- અડધાથી વધુ બ્લોકિંગની સૂચના ગૃહ અને વિદેશ મંત્રાલયનાં નોડલ અધિકારીઓ તરફથી અપઙભ
નવી
દિલ્હી, તા.27: કેન્દ્ર સરકારનાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તરફથી એક વર્ષમાં
ઓનલાઈન સામગ્રીને બ્લોક કરવાનાં આદેશોની સંખ્યા બમણી થઈ ગઈ છે. આમાં સોશિયલ મીડિયામાં
ડીપફેક ઉપરાંત વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એઆઈ દ્વારા બનાવવામાં આવેલી વાંધાજનક
સામગ્રી અને પોસ્ટમાં પણ વધારો થયાનો ઈશારો મળી રહ્યો છે.
મંત્રાલયનાં
અધિકારીઓએ જણાવ્યા અનુસાર વર્તમાનમાં યુઆરએલને બ્લોક કરવાનાં 60 ટકા જેટલા આદેશ એક્સ
ઉપરની સામગ્રી માટેનાં હતાં. જ્યારે 2પ ટકા ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ માટે, પ ટકા જેટલા
યૂ-ટયુબ સંબંધિત આદેશ હતાં.
વર્ષ
2023માં સંસદને જણાવવામાં આવ્યું હતું કે, આઈટી મંત્રાલય દ્વારા સરેરાશ 6 હજાર જેટલા
બ્લોકિંગનાં આદેશ જારી કરવામાં આવી રહ્યાં છે પણ વરિષ્ઠ અધિકારીઓનાં હવાલેથી હવે મળતા
અહેવાલ અનુસાર 2024માં આ સંખ્યા વધીને 12600 અને 202પમાં તેનાથી પણ બમણાં એટલે કે
24300 થઈ ગયા છે.
ઓનલાઈન
કંટેન્ટને બ્લોક કરવાનાં આદેશ મે 202પમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ચરમસીમાએ પહોંચી ગયા
હતાં. સૂત્રોનાં કહેવા અનુસાર આવા બ્લોકિંગનાં અડધાથી વધુ અનુરોધ અને ફરિયાદો ગૃહ મંત્રાલય,
વિદેશ મંત્રાલયનાં નોડલ અધિકારીઓ તરફથી આવ્યા હતાં. બ્લોકિંગનાં અનેક આદેશ રાજકીય દળો
અને નેતાઓનાં ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક અને યુ-ટયુબ પોસ્ટનાં યુઆરએલ હટાવવા માટે હતાં.