-જંગલેશ્વર મેગા ડિમોલિશન અસર વર્તાઈ, વોર્ડ નં.16માં કોંગ્રેસની આખી પેનલ જીતી : ‘આપ’ ખાતું પણ ન ખોલી શક્યું
રાજકોટ,
તા.28
:
રાજકોટ
મહાપાલિકાના
18 વોર્ડની
કુલ
72 બેઠકો
માટે
આજે
જાહેર
થયેલા
પરિણામોમાં
65 બેઠક
ઉપર
ભગવો
લહેરાયો
હતો
જ્યારે
7 બેઠક
ઉપર
કોંગ્રેસે
મેદાન
માર્યું
હતું.
બીજી
તરફ
આમ
આદમી
પાર્ટી
પોતાનું
ખાતું
પણ
ખોલાવી
શકી
ન
હતી.
શહેરમાં
આજે
સવારે
9 વાગ્યાથી
વિવિધ
6 સ્થળે
મતગણતરી
શરૂ
થઈ
હતી.
જેમાં
વોર્ડ
નં.1થી
3 માટે
પાંધી
લો
કોલેજ,
વોર્ડ
નં.4થી
6 માટે
ચૌધરી
હાઈસ્કૂલ,
વોર્ડ
નં.7થી
9 માટે
વિરાણી
હાઈસ્કૂલ,
વોર્ડ
નં.10થી
12 માટે
એ.વી.પારેખ
ઈન્સ્ટિટયૂટ,
વોર્ડ
નં.13થી
15 માટે
જસાણી
સ્કૂલ
તેમજ
વોર્ડ
નં.16થી
18 માટે
રણછોડદાસ
બાપુ
કોમ્યુનિટી
હોલ
ખાતે
મતગણતરી
હાથ
ધરવામાં
આવી
હતી.
મતગણતરીના
પ્રારંભે
જ
ભાજપનો
ઘોડો
‘વીન’માં
દોડતો
થઈ
ગયો
હતો.
જેમ
જેમ
રાઉન્ડ
પૂર્ણ
થતાં
હતાં
તેમ
તેમ
ભાજપની
છાવણીમાં
હર્ષોલ્લાસ
સાથે
જય-જયકાર
ગુંજવા
લાગ્યાં
હતાં.
આ
વખતે
એસઆઈઆર,
મોંઘવારી,
ટીઆરપી
ગેમઝોન
અગ્નિકાંડ
સાથોસાથ
અસહ્ય
ગરમીના
કારણે
નિરસ
ચૂંટણી
પ્રચાર
સાથે
મતદારોનો
નિરુત્સાહ,
લગ્નગાળો
જેવા
અનેક
પરિબળો
હોવા
છતાં
ભાજપ
પૂર્ણ
બહુમત
મેળવવામાં
સફળ
રહ્યું
હતું.
રાજકોટવાસીઓએ
સાબિત
કરી
દેખાડયું
હતું
કે,
તેઓને
માત્ર
‘િવકાસ’માં
જ
રસ
છે.
જો
કે,
શહેરમાં
તાજેતરમાં
હાથ
ધરાયેલા
જંગલેશ્વર
મેગા
ડિમોલિશનની
અસર
અચૂક
ચૂંટણી
પરિણામો
ઉપર
જોવા
મળી
હતી
જેના
કારણે
વોર્ડ
નં.16માં
કોંગ્રેસના
ચારેય
કોર્પોરેટરોની
પેનલ
ચૂંટાઈને
આવી
હતી.
કોંગ્રેસના
રસીલાબેન
ગરૈયા,
દિપ્તીબેન
સોલંકી,
અર્જુનભાઈ
ચૌહાણ
અને
ઈબ્રાહિમભાઈ
સોરા
ચૂંટાઈને
આવ્યાં
હતાં.
વર્ષોથી
કોંગ્રેસનો
ગઢ
ગણાતા
વોર્ડ
નં.15માં
પણ
આ
વખતે
ગાબડું
પડયું
હતું
અને
પેનલ
તૂટી
હતી.
આ
બેઠક
ઉપર
કોંગ્રેસના
3 જ્યારે
ભાજપના
એક
ઉમેદવાર
નિલેશ
હેરભા
જીત્યાં
હતાં
અને
પૂર્વ
વિપક્ષી
નેતા
વશરામ
સાગઠિયાનો
પરાજય
થયો
હતો.