નવી દિલ્હી, તા.28: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાક્યુદ્ધ વધુ તેજ થઈ ગયું છે. તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર મુખ્યમંત્રી મમતા બેનરજીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે ભાજપ રાજ્યમાં ગોળી મારોની સંસ્કૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
ચૂંટણી
પંચ
દ્વારા
નિયુક્ત
પોલીસ
નિરીક્ષક
અજેય
પાલ
શર્માનો
એક
વીડિયો
વાયરલ
થયો
છે,
જેમાં
તેઓ
દક્ષિણ
24 પરગણામાં
તૃણમૂલ
ઉમેદવાર
જહાંગીર
ખાનને
ચેતવણી
આપતા
દેખાઈ
રહ્યા
છે.
તૃણમૂલે
આ
ઘટના
મુદ્દે
સોશિયલ
મીડિયામાં
એક
પોસ્ટમાં
લખ્યું
હતું
કે,
હવે
ભાજપ
ખુલ્લેઆમ
મોતની
ધમકીઓ
આપવા
ઉપર
ઉતરી
આવ્યો
છે.
ચૂંટણી
પંચ
આ
મુદ્દે
મૌન
છે
અને
એક
મૂક
સહયોગી
દર્શક
બની
ગયું
છે.
ભાજપ
જે
બદલાવ
બંગાળ
માટે
ઈચ્છે
છે
તે
આ
જ
છે.
તેઓ
ઉત્તર
પ્રદેશ
અને
બિહારની
ગલીઓમાં
ચાલતી
ગોળી
મારોની
સંસ્કૃતિને
બંગાળમાં
લાવવા
માગે
છે.
તૃણમૂલે
ભાજપના
પ્રવક્તા
આલોક
અજયની
એક
પોસ્ટનો
ઉલ્લેખ
કર્યો
હતો,
જેમાં
તેમણે
લખ્યું
હતું
કે,
તમે
અમને
ડરાવવાનો
પ્રયાસ
કરશો
તો
ગોળી
મારી
દેવામાં
આવશે,
દીદી.
પશ્ચિમ
બંગાળમાં
ત્રણ
વખત
મુખ્યમંત્રી
ચૂંટાયેલા
મમતા
બેનરજી
સામે
આ
ભાજપનો
અભિગમ
દેખાય
છે.