• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી-ગરમીનો અનુભવ

ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધશે

રાજકોટ તા.17: ગુજરાતમાં આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારના સમયે ઠંડા પવનો ફૂંકાયા હતા અને વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. જોકે બપોર બાદ ગરમીમાં વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી વધી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ 3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા છે. 

ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનના સંકેતો મળી રહ્યા છે. રાજ્યના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદના 2 દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 4 દિવસ દરમિયાન 2-3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. હાલમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પૂર્વના ગરમ પવનો ગુજરાતમાં ફુંકાવાના ચાલુ થઈ ગયા છે જેથી સવારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો એટલે કે મિશ્ર ઋતુનો અહેસાસ થશે. હવામાન વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભલે ગરમીનો અનુભવ થઈ રહ્યો પણ સત્તાવાર રીતે હજુય શિયાળાની વિદાય થઈ નથી. આગામી 20 ફેબ્રુઆરી પછી ઠંડીમાં નહીંવત ઘટાડો નોંધાશે. હાલ દિવસ અને રાતના તાપમાનમાં 17 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર જોવા મળી રહ્યો છે. 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક