• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

સિહોરની હોસ્પિટલમાં તબીબનો ઈન્જેક્શન મારી આપઘાત તબીબના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

(ફૂલછાબ ન્યૂઝ)

ભાવનગર, તા.18 : સિહોરમાં આવેલી એક હોસ્પિટલમાં આસી.તબીબ તરીકે ફરજ બજાવતા તબીબ યુવાને કોઈ કારણસર અલગ-અલગ ઈન્જેક્શનો મારી આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, સિહોર તાબેના કાજાવદર ગામે રહેતા અને સિહોરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ ડો.જયેશ શુકલાની હોસ્પિટલમાં 1પ વર્ષથી આસી.તબીબ તરીકે ફરજ બજાવતા લાલુભાઈ પુરુષેત્તમભાઈ મકવાણા નામના યુવાન તબીબે ગતરાત્રીના હોસ્પિટલમાં ફરજ પર હતો ત્યારે કોઈ કારણસર જાતે અલગ અલગ ઈન્જેક્શનો મારી આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ તેમજ અન્ય તબીબો અને પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025