• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

avshan nodh

 

કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના સરપંચ જશુભાઈ ડોડીયાનું અવસાન

ડોળાસા: પાંચ પીપળવા ગામના કાર્યકારી સરપંચ જશુભાઈ કરશનભાઈ ડોડિયા (ઉં.62) તે મનુભાઈના નાનાભાઈ, નાથાભાઈ, અભેસિંહભાઈ (આચાર્ય રામનગર પ્રાથમિક શાળા કોડીનાર), સુરસિંહભાઈના મોટાભાઈ, જીગરભાઈ, ભાસ્કરભાઈના પિતા, અજીતભાઈ, જયદીપભાઈના કાકા, કપિલભાઈના મોટા બાપુજીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.12ના કોમ્યુનિટી હોલ પાંચ પીપળવા ખાતે રાખેલ છે.

 

રાજકોટ: કાલાવડવાળા સ્વ.બાબુલાલ લખુભાઈ ડોડીયાના પુત્ર નીતિનભાઈ તે સુરેશભાઈના નાનાભાઈ, ભવ્ય અને જૈમીનના પિતા, જલ્પાબેનના પતિ તે રૂપલબેન મિતેશકુમાર સિદ્ધપુરાના ભાઈનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4-30 થી 6, રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, એરપોર્ટ રોડ, રાજકોટ છે.

મોરબી: દમયંતીબેન ત્રિભોવનદાસ હિરાણી તે સ્વ.ત્રિભોવનદાસ હિરાણીના પત્ની, સ્વ.જગદીશભાઈ, સતીષભાઈ, પ્રકાશભાઈ (ત્રિભોવનદાસ દયાળજીભાઈ-પથ્થરવાળા), ઈલાબેન, રીટાબેન, હર્ષાબેનના માતા, સ્વ.દેવચંદભાઈ જોબનપુત્રાના દીકરીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 5 થી 6, જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: કિશોરકુમાર ગાંડાલાલ ખખ્ખર (ઉં.80) તે ઉર્મિલાબેનના પતિ, દર્પણભાઈ, અજયભાઈના પિતા, જલ્પાબેન, સોનલબેનના સસરા, સ્વ.છગનલાલ સુંદરજી ગંગદેવના જમાઈનું તા.9ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી સાથે તા.10ના સાંજે 5 થી 6, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ છે.

ભાવનગર: ગોરડકા નિવાસી હાલ ભાવનગર ચંદ્રકાંતભાઈ દેવશંકર પંડયા (ઉં.67) તે નૈતિકના પિતા, ક્રિષ્નાબેનના પતિ, બાલમુકુંદભાઈ, હર્ષદરાય, સ્વ.વિનોદરાય, કનકરાય અને સ્વ.ગિરજાબેન વી.જોષી, કુંદનબેન કે.પાઠકના નાના ભાઈ, હર્ષવદન ચંદુલાલ જોષી, અશોકભાઈ, કિશોરભાઈ અને ગીતાબેન એસ.જોષીના બનેવીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4 થી 5, 2-સી, સીતારામ નગર, મંગલમ હોલની સામે, ભાવનગર છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે છે.

રાજકોટ: કારડીયા રાજપૂત નિરાલીબેન પરાગભાઈ વાઘેલા તે મુકેશભાઈ જારીયાની પુત્રી, રમેશભાઈ જારીયાની ભત્રીજી, અમિત, સુજલ, પ્રશાંત, જયરાજની બહેનનું તા.8ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું મોસાળ પક્ષનું બેસણું તા.10ના શનિવારે સાંજે 4 થી 6, કારડીયા રાજપૂત સમાજની વાડી, 150 ફુટ રીંગ રોડ, મવડી ચોકડી, રાજકોટ ખાતે રાખેલ છે.

જામનગર: ચંદ્રિકાબેન હસમુખરાય પંડયા (ઉં.74) તે સ્વ.હસમુખરાય પુરૂષોત્તમભાઈ પંડયા (ભટ્ટજી)ના પત્ની, પંચમભાઈના માતા, જીતેન્દ્રભાઈ પુરૂષોત્તમભાઈ પંડયા (નિવૃત્ત તલાટી જે.પી.પંડયા)ના ભાભીનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.12ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

મોરબી: મોરબી નિવાસી હાલ રાજકોટ છોટાલાલ રાજપાળ મહેતા (ટીકરવાળા)ના પત્ની મુક્તાબેન (ઉં.92) તે મુકેશભાઈ, પ્રજ્ઞાબેન, દીનાબેન, રાજેશભાઈ, દીપકભાઈના માતા, સ્વ.ચંદ્રિકાબેન, દિલીપભાઈ, ભારતીબેન, શિલ્પાબેનના સાસુ, વવાણીયા નિવાસી સ્વ.શાંતિલાલ દલીચંદ મહેતાની પુત્રીનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.10ના સવારે 10-30 કલાકે, પ્રાર્થનાસભા સવારે 11 કલાકે પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મળા રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક