ચક્ષુદાન
રાજકોટઃ વર્ષાબેન ગિરીશભાઇ બાવીસીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 900 મું ચક્ષુદાન થયુ છે. આ સપ્ટેમ્બર-2026માં 14મુ ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન સંજયભાઇ ગીરીશભાઇ બાવીસીના સહયોગથી થયું છે. સમગ્ર ગુજરાતમાં અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટનાં ચેરમેન ઉમેશ મહેતાઃ મો. 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
કોડીનારઃ છારીયા ઉનેવાળ બ્રાહ્મણ પદ્માબેન (ઉ.79) તે લક્ષ્મીશંકર રામશંકર પંડયાના પત્ની તથા પંકજભાઇ પંડયાના માતુશ્રીનું તા.5 ના રોજ અવસાન થયું છે. ઉઠમણુઃ તા.6 ને મંગળવારે સવારે 10 કલાકે કોટેશ્વર મહાદેવના મંદિર ખાતે તેમજ બેસણુઃ તા.8 ને ગુરૂવારે સાંજના ચાર થી છ તેમના નિવાસસ્થાન કલ્યાણનગર સોસાયટી ખાતે રાખેલ છે.
રાજકોટઃ જૂનાગઢ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ બંધડા, હાલ જૂનાગઢ રેખાબેન પ્રવિણચંદ્ર રાવલ (ઉ.56) તે સ્વ. પ્રવિણચંદ્ર પ્રાણશંકર રાવલની પુત્રી તથા સ્વ. રાકેશભાઇ પ્રવિણચંદ્ર રાવલ તથા મનિષાબેન મયુરભાઇ વોરા (રાજકોટ), અલ્પાબેન જીજ્ઞેશભાઇ પંડયા (જૂનાગઢ), કિરણબેન ચિરાગભાઇ મહેતા (રાજકોટ) તથા દિગ્નેશભાઇ શશીકાંતભાઇ રાવલના મોટાબેનનું તા.4ના રોજ અવસાન થયું છે. બેસણુઃ તા.8ને ગુરૂવારે સાંજે 4 થી 6 કડિયા મંદિર, કડિયાવાડ, કડિયાવાડ શાક માર્કેટ પાસે, જૂનાગઢ ખાતે રાખેલ છે.
જામનગરઃ દીનમણીબેન રાજયગુરૂ તે સ્વ. હરજીવનભાઇ રામજી રાજયગુરૂના પત્નીનું તા.4ના રોજ અવસાન થયું છે. શોકસભા (બેસણું)ઃ તા.8ને ગુરૂવારે સાંજે 4 થી 6 બરડાઇ બ્રહ્મસમાજ નાની નાતની વાડી, હિંમતનગર શેરી નંબર-5, જામનગર ખાતે રાખેલ છે.
લાઠીઃ જયસુખભાઈ મગનભાઈ ખેર (ઉં.71) તે પંકજભાઈ તેમજ દીપકભાઈના પિતા, જયંતિભાઈ ખેર, રમેશભાઈ ખેર, જગદીશભાઈ ખેરના ભાઈ તથા ભાસ્કરભાઈ ખેર, અશોકભાઈ ખેરના મોટાભાઈ તથા ચેતનભાઈ ખેરના મોટા બાપુ તે કલ્પેશભાઈ ખેરના કાકાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.8ના ગુરુવારે સાંજે 4થી 6, તેમનાં નિવાસ સ્થાન, ખાક ચોક, રામજી મંદિર પાસે, લાઠી ખાતે રાખેલ છે.
પોરબંદરઃ સૈફુદીન મ.તૈયબઅલી તે ઈસ્માઈલના ભાઈ તથા અબ્દુલકાદીર અબ્બાસઅલીના કાકા, અલીફિયા હોઝેફાભાઈના પિતા તથા હોઝેફાભાઈ ફખરુદીનના સસરાનું તા.3ના અવસાન
થયું છે.