ચક્ષુદાન
રાજકોટ:
લાભુબેન ગોકળભાઇ વડાલીયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક
ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ
899 મું ચક્ષુદાન થયું છે.
ધ્રોલ:
ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ રવિશંકર મોહનલાલ પંડયા (ઉ.85) મુળ પડાણાવાળા હાલ ધ્રોલ
તે હસમુખબાળાબેનના પતિ, દેવેન્દ્રભાઈ, આરતીબેન જયેશકુમાર મહેતા, તૃપ્તીબેન ગૌતમકુમાર
ઠાકર, રૂચિતાબેન રવિશંકર પંડયાના પિતા, ભાવિકાબેનના સસરા, હર્ષ, યશના દાદાનું તા.ર
નાં અવસાન થયુ છે. બેસણુ તા.પ ના સાંજે 4 થી 6 આનંદનગર સોસાયટી, ત્રિકોણબાગ પાસે, ધ્રોલ
ખાતે તેમના નિવાસ સ્થાને છે.
કોડીનાર:
રંજનબેન (ઉ.6ર) તે સ્વ.વસનજીભાઈ કાનજીભાઈ સુચકના પુત્રી, જયેન્દ્રભાઈ, અરવિંદભાઈ, ભરતભાઈ,
નલીનભાઈ, ધનેશભાઈ, દિલીપભાઈ, સ્વ.સંજયભાઈ, સ્મીતાબેન સુધીરભાઈ ગાજરા (પોરબંદર) ના બહેનનું
તા.ર ના અવસાન થયું છે.
જામનગર:
કપિલાબેન કમલેશકુમાર સોંઢાગર (ગજ્જર) (ઉં.57) તે સ્વ.કમલેશકુમાર અમૃતલાલ સોંઢાગરના
પત્ની, ક્રિતિ ચિરાગકુમાર ચૌહાણ, જય તથા ખુશાલીના માતા, જમનાદાસ હંસરાજ બકરાણીયાની
પુત્રી, સ્વ.ઠાકરશીભાઈ, સ્વ.પ્રફુલભાઈ હંસરાજના ભત્રીજી, સ્વ.કોકિલાબેન નલીનકુમાર છત્રાલિયા,
ગિરીશભાઈ તથા અમિતભાઈના બેનનું તા.30 ના રાયપુર, એમ.પી.)માં અવસાન થયું છે. પિયર પક્ષનું
બેસણુ તા.પ ના સાંજે 4:30 થી પ:00 વિશ્વકર્મા મંદિર જગ્યા નં.1, પંચેશ્વર ટાવર, જામનગર
છે.
જૂનાગઢ:
ડૉ.કમલેશભાઈ વિનોદરાય ઝાલા તે સ્વ.પરાગીનીબેનના પતિ, ભૂષણ, સપના દીવાનના પિતા, શિલ્પીન
દીવાન, ખુશાલી ઝાલાના સસરાનું તા.3 ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.4 ને રવિવારે
સવારે 8:30 કલાકે તેમના નિવાસ સ્થાન, 1પ/બી
કલ્યાણનગર સોસાયટી, બહાઉદ્દીન કોલેજ સામેથી નિકળશે. પ્રાર્થનાસભા તા.પ નાં સાંજે પ
થી 6 અનંત ધર્માલય જૂનાગઢ ખાતે છે.
જેતપુર:
જીતેન્દ્રભાઈ ક્યાડા (ઉ.54) તે પરસોત્તમભાઈ રાઘવભાઈ ક્યાડાના પુત્ર, અશોકભાઈના મોટાભાઈ,
બ્રિજેશભાઈના પિતાનું તા.ર ના અવસાન થયું છે. બેસણુ તા.પ નાં સાંજે 4 થી 6 સુધી રોટરી
હોલ, જૂનાગઢ રોડ, જેતપુર છે.
ગોંડલ:
ગીતાબેન ગુણવંતરાય ઉપાધ્યાય (ઉ.82) તે સ્વ.ગુણવંતરાયના પત્નિ સંજયભાઈ (રેલ્વે) ગાયત્રીબેન,
ભુવનેશ્વરીબેનના માતા, વિધી તથા શુભનાં દાદીનું તા.ર નાં અવસાન થયુ છે. બેસણુ તા.પ
નાં સાંજે 4:30 થી 6:30 દરમિયાન હેમવાડી, ગોંડલ છે.
રાજકોટ:
પ્રવિણભાઈ ભનુભાઈ બદિયાણી (ઉ.68) તે શૈલેષભાઈ, કેતનભાઈના પિતાનું તા.ર ના અવસાન થયું
છે. બેસણુ તા.પ નાં સાંજે 4 થી પ:30 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ
છે.