ગઢડાના
પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મારૂના પિતાનું અવસાન
પાલીતાણા:
ટીડાભાઈ કરશનભાઈ મારૂ (માજી પ્રમુખ, નગરપાલિકા પાલીતાણા (ઉં.96) તે દયાળભાઈ, રવજીભાઈ,
નારણભાઈ, પ્રવિણભાઈ મારૂ (માજી ધારાસભ્ય ગઢડા), કનુભાઈ, ડાહીબેન ડી.ચુડાસમા (મુંબઈ),
હેમાબેન કિરણભાઈ સોલંકી (અમદાવાદ)ના પિતા તેમજ મનુભાઈ, નાનજીભાઈ, કમળાબેન નાનજીભાઈ
ચુડાસમા (ભાવનગર), હંસાબેન જયેશભાઈ બોરીચા (ઢૂંઢસર)ના મોટા બાપુજીનું તા.1ના રોજ અવસાન
થયું છે. બેસણું તા.3ના શનિવારે બપોરે 4 થી 6, પટેલ હાઉસ, સ્ટેશન રોડ, પાલીતાણા ખાતે
અને તા.4ને રવિવારે બપોરે 4 થી 6 પ્રાર્થનાસભા, રોટરી હોલ રોટરી ક્લબ ઓફ ભાવનગર, ઘોઘા
સર્કલ, ભાવનગર ખાતે રાખેલ છે.
જામનગર:
સારશ્વત બ્રાહ્મણ જ્યોત્સનાબેન હર્ષદરાય જોશી (સેવક) તે પુનિતભાઇ (બીઓઆઇ), યોગેશભાઇ
(એનઆઇસી), શૈલેષભાઇ (આર્કિટેક), મનોજભાઇ (ઇન્કમટેકસ)ના માતુશ્રી તથા કિરણબેન, શિલ્પાબેન,
પૂર્વીબેન તથા રીનાબેનના સાસુનું તા.1 ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.3 ના
સાંજે 4 થી 5 કેશવ સ્પોર્ટસ કલબ, ઓશવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગર ખાતે રાખેલ
છે.
કોડીનાર:
છારીયા ઉનેવાળ બ્રાહ્મણ હર્ષદભાઇ નાથાલાલ જાની (ઉ.72) તે ઉર્મિલાબેન જાનીના પતિ તથા
શૈલેષભાઇ જાની, વિમલભાઇ જાની તેમજ રેખાબેન અજયકુમાર રાવલના પિતા તેમજ જયશ્રીબેન જીતેન્દ્રભાઇ પંડયા, ચંપાબેન વિષ્ણુભાઇ
પુરોહિત તથા મુકતાબેન શાંતિલાલ પંડયાના ભાઇનું તા.1 ના રોજ અવસાન થયું છે. ઉઠમણું:
તા.3 ને શનિવારે સવારે 10 કલાકે સોમનાથ મહાદેવના મંદિર ખાતે તેમજ બેસણું: તા.5 ને સોમવારે
સાંજે ચારથી છ બ્રહ્મપુરી ખાતે રાખેલ છે.
જામનગર:
સવિતાબેન જયંતિલાલ મહેતા (ઉં.93) તે નિલેશ મહેતા, ડો.અમિત મહેતા અને માલિની શાહના માતુશ્રી
તે સોહીલ મહેતા, ડો.રૂચિર મહેતા અને ડો.સમીપ મહેતાના દાદીનું તા.1ના અવસાન થયું છે.
ઉઠમણું તા.3ને શનિવારે સવારે 9-30 કલાકે પગારી નં.1, ઓશવાળ સેન્ટર, જામનગર ખાતે રાખવામાં
આવેલ છે. અંતિમ યાત્રામાં નગરના શ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીઓ, તબીબો સહીત બહોળી સંખ્યામાં
લોકો જોડાયા હતા.
જામનગર:
હરિશ્ચંદ્ર મગનલાલ દવે (ઉં.103) તે હર્ષદભાઈ, સ્વ.પંકજભાઈ, હર્ષિદાબેન, બબીતાબેન, રક્ષાબેનના
પિતા તથા ચંદ્રિકાબેન (નિવૃત્ત શિક્ષિકા)ના સસરા, ઉત્સવીબેનના દાદાનું તા.1ના રોજ અવસાન
થયું છે. પ્રાર્થનાસભા (બેસણું) તા.3ને શનિવારે સાંજે 5 થી 5-30, શ્રીમાળી યજુર્વેદી
વાડી, વંડાફળી, જામનગર ખાતે રાખેલ છે.
જૂનાગઢ:
મૂળ સરાડિયા હાલ સુરત ડો. વિરાટ યોગેશભાઇ પુરોહિત (ઉં.31) તે યોગેશભાઇ હરિલાલ પુરોહિતના
મોટા પુત્ર, સ્વ. પંકજભાઇના ભત્રીજા, દોલતરાય લખલાણીના ભાણેજ તેમજ કરણભાઇ યોગેશભાઇ
પુરોહિતના મોટાભાઇનું તા.2 ના અવસાન થયું છે. બેસણું: તા.3ના રાત્રીના 8થી 10-40 વાગ્યા
સુધી ગ્રામ હાઇટ્સ, અલખનાથ, કેનાલ રોડ, સુરત ખાતે રાખેલ છે.