• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

પોરબંદર: સુશીલાબેન શાંતિલાલ શામાણી તે સ્વ.શાંતિલાલ કેશવજી શામાણીના પત્ની, સ્વ.મોહનલાલ કાલિદાસ રંગપરીયાની પુત્રી, રશ્મિબેન હરેશભાઈ રાયઠઠ્ઠા, વિશાલભાઈના માતા, દેના બેંકવાળા નટુભાઈ રંગપરીયા, કિશોરભાઈ (પાનેલી)વાળા તથા સ્વ.ભરતભાઈ, સ્વ.રાજુભાઈના મોટાબેનનું તા.ર9 ના અવસાન થયું છે. ટેલિફોનિક પ્રાર્થનાસભા તા.1 નાં સાંજે 4 થી પ દરમિયાન રાખેલ છે.

ગઢડા (સ્વામિના): સ્વ.લાભશંકર કાળીદાસ દવે (ગાયત્રી ટ્રાવેલ્સવાળા) ના મોટા પુત્ર, કિરીટભાઈ દવેની પુત્રી નિધિબેન (જીમ્મી) (ઉં.29) તે સંજયભાઈ લાભશંકર દવે (ગઢડા), કનકબેન (ચકુબેન) તથા ચંદ્રિકાબેન નરેશભાઈ જોષી (વેરાવળ)ની ભત્રીજી, ક્રિષ્નાબેન યશદીપ પંડયા (અમરેલી)ની બહેન, જલ્પેશ, હિરેન, સોનલ, આશા, રાધા, મીત, ધ્યાનના બેન, સ્વ.ભારતીબેન જનકરાય ભટ્ટ (પોરબંદર)ના પૌત્રી, ઉમેશ જે. ભટ્ટ, યોગેશ જે. ભટ્ટ (રાજકોટ), ભાવનાબેન જોશી તથા તૃપ્તિબેન રાવલની ભાણેજનું તા.ર9 ના અવસાન થયું છે. બેસણું તા.2ના સવારે 9 થી સાંજે પ સુધી તેમના નિવાસ સ્થાને ગાયત્રી ટ્રાવેલ્સ, એક્ષીસ બેંક પાસે, બોટાદ રોડ ખાતે છે.

રાજકોટ: જયકાંતભાઈ (જયુભાઈ) માંકડ (ઉ.97) (નિવૃત્ત રેલવે એકાઉન્ટ્સ અને રેલવે જંકશન બેંક) તે સ્વ.અનંતરાય માંકડના પુત્ર, સુલોચનાબેનના પતિ, પૂર્ણિમા ધીરેન રીંડાણી, સ્વ.મૌલેશ, સુનિલ (ગુલી) ના પિતા, શૈલા અને અમીતાના સસરા, મયંકભાઈના મોટાભાઈ, સ્વ.રમણીકપ્રસાદ જોષીપુરાના જમાઈનું તા.ર8 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા ગુરુવારે તા.1 નાં સાંજે પ થી 6, અનંતજી વડનગરા નાગર બોર્ડિંગ, વિરાણી હાઈસ્કૂલ સામે, ટાગોર રોડ, રાજકોટ છે.

રાજકોટ: બાબુભાઈ કડવાભાઈ રાઠોડ (ઉં.76) તે શાંતાબેનના પતિ, બીના, હેતલ અને આરતીનાં પિતા, સ્વ.ભૂપેન્દ્રભાઈ, વિજયાબેન કાળુભાઈ મોરબીયાના ભાઈ, પ્રકાશભાઈ, બકુલભાઈ અને મયુરભાઈના કાકા, મહેશભાઈ ઝાલા, હિરેનભાઈ મોરબીયા અને જગદિશભાઈ કંડોલીયાના સસરાનું તા.30 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર નાં સાંજે 4 થી 6 “ધી કોર્ટ યાર્ડ એપાર્ટમેન્ટ’’, કોમ્યુનીટી હોલ, અંબીકા ટાઉનશીપ, જીવરાજપાર્ક, ૐ રેસ્ટોરન્ટની સામે, રાજકોટ છે.

સાવરકુંડલા: નરેન્દ્રભાઈ ભાનુશંકર જોષી (ઉં.70) તે ચીમનભાઈ ભાનુશંકર જોષીના ભાઈ, ચેતનભાઈ, મુકેશભાઈના પિતાનું તા.ર8/9 ના અવસાન થયું છે. બેસણુ તા.1/10 ના સાંજે 4 થી 6 પરશુરામ ઉપવન, ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં, સાવરકુંડલા તથા તા.ર ના સાંજે 4 થી 6 બકુલભાઈના ઘરે બાઢડા ખાતે છે.

સાવરકુંડલા: કંડોળીયા બ્રાહ્મણ પ્રમોદભાઈ પંડયા (ઉ.73) તે ચંપકલાલ પોપટલાલ પંડયાના પુત્ર અને હેમાંશુ જીતેન્દ્રભાઈ ભટ્ટ (ઉં.47) નું અવસાન થયું છે. સંયુક્ત સાદડી ચંપકલાલ પોપટલાલ પંડયાના ઘરે તા.1/10 ના સાંજે 4 થી 6 વિદ્યુતનગર, બાપા સીતારામની મઢુલીવાળી શેરી, સાવરકુંડલા છે.

જામનગર: મૂળ સિક્કા હાલ જામનગર નિવાસી દલસુખભાઈ દેવજીભાઈ ભાલારા (ઉ.8ર) તે દિપકભાઈ (એડવોકેટ), વિમલભાઈ (સાંઈ એન્ટરપ્રાઈઝ), પ્રિતીબેન પ્રફુલકુમાર સંચાણીયા, દીપાલીબેન મિતેશકુમાર અડિયેચાના પિતા, જીજ્ઞાબેન, હેતલબેનના સસરા, સ્વ.અમરશીભાઈ લક્ષ્મણભાઈ ભારદીયા (બારા ગામવાળા) ના જમાઈ, કાવ્ય, વંશના દાદાનું તા.ર9 ના અવસાન થયું છે. બેસણુ તા.1 નાં સાંજે 4 થી પ નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી કોલોની, જામનગર છે.

ગોંડલ: મચ્છોકઠીયા લુહાર બંસીબેન કિશનભાઈ હણસોરા (ઉ.30) તે રાજુભાઈ વજુભાઈ હણસોરા (અંબીકા વેલ્ડીંગવાળા) ના પુત્રવધુ, કિશનભાઈના પત્ની, સ્વ.રમણીકલાલ કાંતિલાલ રાજ્યગુરૂ (ગોંડલ) ના પુત્રી, શાત્રી કિશનભાઈના બહેનનું તા.ર9 ના અવસાન થયું છે. સંયુક્ત બેસણુ તા.1 ના સાંજે 4 થી 6 કે.વી.રોડ, શ્રી રામ હોસ્પિટલ સામે, વર્ધમાન નગર, સાર્વજનિક પ્લોટ, ગોંડલ ખાતે છે.

જેતપુર: રામાનંદી સાધુ સ્વ.વિઠ્ઠલદાસ નરભેરામ ટીલાવતના પુત્ર ધીરજલાલ (ઉ.71) તે રૂપેશભાઈ, જયદિપભાઈ, નીતાબહેન મહેન્દ્રકુમાર અગ્રાવત (રાજકોટ) ના પિતા, મૃગેશભાઈના મોટાબાપુ, સ્વ.મોતિરામભાઈ, સ્વ.ભરતભાઈ, પ્રવિણભાઈ (ઉપલેટા), ઘનુભાઈ (મોટી વાવડી), ભીખાભાઈ (શાપર), ડો.આશીશભાઈ (રાજકોટ) ના ભાઈનું તા.ર9 ના અવસાન થયું છે. બેસણુ તા.1 ના 4 થી 6 કણકીયા પ્લોટ, જેતપુર ખાતે છે.

રાજકોટ: ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના રાજકોટ સ્વ.ભાવનાબેન કિરીટભાઈ ચાવડા (ઉં.57) તે કિરીટભાઈના પત્ની, પ્રિયેશભાઈના માતા, સ્વ.પ્રફુલચંદ્ર જેઠાલાલ પરમાર (જૂનાગઢવાળા) ના પુત્રી, રાજુભાઈ, વિમલભાઈના બેનનું તા.30 ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4 થી 6 સહયોગવાડી, ગુરૂકુલ સામે, ઢેબર રોડ, રાજકોટ પિયર અને માવતર પક્ષનું બેસણુ સાથે છે. મો.નં.98791 69731, 83206 39132.

રાજકોટ: ચાતુર્વેદીય મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ મૂળ ખીલોસ હાલ નંદુરબાર (મહારાષ્ટ્ર) નિવસી કિશોરભાઈ દવે, તે રતિલાલ ચુનીલાલ દવેના નાના પુત્ર, રંજનબેન લાભશંકરભાઈ જાની, અરવિંદભાઈ રતિલાલ દવેના નાનાભાઈ, ભરતભાઈ અરવિંદભાઈ દવેના કાકાનું તા.રપ ના અવસાન થયું છે. ઉઠમણુ તા.1 નાં સાંજે 4 થી પ, ચાતુર્વેદીય મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ બોર્ડીંગ, મીલપરા મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: નીલાબેન પ્રફુલ્લચંદ્ર કોઠારી (ઉં.79) તે નિપુલભાઇ, સમીલભાઇ, સીમાબેન કલ્પેશભાઇ શાહ, પારૂલબેન મોનીશભાઇ મહેતા, બિંદુબેન જાટકિયાના માતા, સ્વ. જેન્તીલાલ કલ્યાણજીભાઇ શાહના દીકરી, સ્વ. અનિલભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇના બહેનનું તા.30ના  અવસાન થયું છે. ઉઠમણું તા.2ના સવારે 10 વાગ્યે પ્રાર્થના સભા 10-30થી 12 રોયલ પાર્ક, ઉપાશ્રય, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: વસંતબેન વૃજલાલ આડેસરા (ઉ.85) તે નિલેશભાઇ, જીજ્ઞેશભાઇ તથા જશવંતીબેનના માતા તથા સુમીતના દાદીમા તેમજ નાનચંદભાઇ રાઘવજીભાઇ રાણપરાના પુત્રીનું તા.30ને બુધવારે અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.1 ને ગુરૂવારે બપોરે 3-30 થી 5 વાઘેશ્વરી વાડી, રામનાથપરા યુનિટ-3, રાજકોટ ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક