• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

avshan nodh

રાજકોટ: કારડીયા રજપૂત રંજનબેન રાઠોડ (ઉં.67) તે નટવરસિંહ અમરસિંહ રાઠોડના પત્ની, રાકેશભાઈ (રવિભાઈ) રાઠોડના માતા, સ્વ.રણજીતસિંહ રાઠોડના નાનાભાઈના પત્ની, મુકેશભાઈ રાઠોડ (કેમેરામેન ગુજરાત મીરર), સુરેશભાઈ રાઠોડના ભાભીનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4 થી 6, રેલનગર મેઈન રોડ, સાંઈનાથ મહાદેવ મંદિર ખાતે, સાંઈબાબા સોસાયટી શેરી નં.5,

રાજકોટ છે.

પોરબંદર: પોરબંદર નિવાસી હાલ અમદાવાદ ઈન્દ્રવદન નવલચંદ્ર ધ્રુવનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.28ના તેમના નિવાસ સ્થાન, સચિન ટાવર, 100 ફુટ, આનંદનગર રોડ, શ્યામલ, અમદાવાદ ખાતે છે.

પોરબંદર: ભાવિનભાઇ ધારશીભાઇ સામાણી (ઉ.58) તે સ્વ. ધારશીભાઇ ગોકલદાસ સામાણીના પુત્ર, સ્વ. ધીરૂભાઇ, સ્વ. જગુભાઇ, સ્વ. કિરીટભાઇ, કુંજલત્તાબેન અનંતભાઇ સવજાણીના ભાઇ, ઇલાબેનના પતિ, પ્રણવ તથા ઉત્સવના પિતા, સલાયા વાળા સ્વ. ગોકળદાસ લઘાણીના જમાઇનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.28નાં 4-15 થી 4-45 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ -બહેનોની સંયુકત સસરા પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: યોગેશ શશીકાંતભાઇ અંજારીયા (ઉ.70)  તે સ્વ. નયનાબેનના પતિ, સ્વ. મધુકરભાઇ, સ્વ. વિભાકરભાઇ, પ્રભાકરભાઇ, પિનાકીનભાઇ, ફૂલવંતીબેન પ્રફુલભાઇ પટણી, પન્નાબેન અવિનાશભાઇ ઓઝાના ભાઇનું તા.26ના અવસાન થયું છે. બેસણું સોમવારે તા.28 ના સાંજે 5 થી 6 ભવનાથ મહાદેવ મંદિર, અમૃતા હોસ્પિટલવાળી શેરી, શિવમ પાર્ક શેરી નંબર-2, રૈયા ચોકડી, રાજકોટ છે.

જૂનાગઢ: મનહરબેન ભરતભાઇ ખાચર (ઉ.60) તે અજયભાઇ તથા ધર્મેશભાઇના માતાનું તા.27ના અવસાન થયું છે.

રાજકોટ: નિકુંજ હિતેશભાઇ રાણપરા (ઉ.29) તે વસંતલાલ ચુનીલાલ રાણપરા (સોની ચુનીલાલ ખુશાલદાસ રાણપરા)ના પૌત્ર અને હિતેશભાઇના પુત્ર, મનોજભાઇ તથા છાયાબેન કીર્તિકુમાર આડેસરાના ભત્રીજા તથા હકમીચંદ દેવજીભાઇ આડેસરાના ભાણેજનું તા.26ના અવસાન થયું છે. બેસણું  તા.28નાં સાંજે 4 થી 5-30 શ્રી વાથેશ્વરી વાડી, યુનિટ નં.3, ગ્રાઉન્ડ ફલોર, રામનાથપરા, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજકોટ: મૂળ હડમતાળા હાલ રાજકોટ હસમુખભાઇ નરભેરામભાઇ કોટકના પત્ની નમ્રતાબેન તે મયંક કોટક, રાધિકા કોટકના સાસુનું તા.27ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક