• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

avshan nodh

દેહદાન

અમરેલી ઃ અમરેલી જિલ્લાના લિલિયા ખાતે રહેતા ચંપાબેન શેખલીયાનું અવસાન થતા અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ, અમરેલીના એનાટોમી વિભાગમાં સ્વ.ચંપાબેન શેખલિયાના પરિવારજનોએ દેહદાન કરીને તબીબી શિક્ષણ અને સમાજ સેવાનું દૃષ્ટાંત પૂરું પાડયું હતું.

દેહદાન વેળાએ ધીરૂભાઈ, બટુકભાઈ, અશોકભાઈ, કાન્તિભાઈ, તુલસીભાઈ, પૌત્ર રાકેશભાઈ શેખલિયા પરિવાર, સંબંધી, મિત્રોની ઉપસ્થિતિ હતી. નેત્રદાન સમિતિના ડો.જયંતિભાઈ કુંભાણી, વિજયભાઈ ભાલાળા, અરવિંદભાઈ વામજાએ ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી શાખાના ચેરમેન ડો.પ્રફુલભાઈ શિરોયા અને વાઈસ ચરેમેન દિનેશભાઈ જોગાણી સાથે સંકલન કર્યું હતું. ડો.ભરત ધડુક - ડિરેક્ટર શાંતાબા જનરલ હોસ્પિટલ એન્ડ મેડીકલ કોલેજ વગેરેનો સહયોગ હતો.

 

ચક્ષુદાન

રાજકોટઃ રતનબેન કાનજીભાઈ પાનસુરિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 898મું ચક્ષુદાન થયું છે.

રાજકોટઃ હડમતીયા ગોલીડા નિવાસી હાલ રાજકોટ પરાગભાઈ વિજયભાઈ ભરાડ (ઉં.37) તે ભાવિકાબેનના પતિ, મનીષભાઈ વિજયભાઈ ભરાડ, કાજલબેન ચૈતન્યકુમાર મહેતા (અમદાવાદ)ના ભાઈનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4 થી 6, આસ્થા એકલવ્ય, એચ.જી.સી હોસ્પિટલ સામે, અયોધ્યા ચોક, રાજકોટ છે.

જામનગરઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગીરધરલાલ અવલરામ (ઉં.88) તે ભીખુભાઈ પાઠકના કાકા, નીલકંઠ, ચંદ્રશેખરના પિતા, આશુતોષ, પ્રણવ, શિવમ, વેદ, વિશલ્યાબેન, પ્રીતિબેન, નેહાબેન, હીમાના દાદાનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું તા.1ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

રાજકોટઃ દશા સોરઠીયા વણિક વેરાવળ નિવાસી હીરલબેન જનકભાઈ ધાબલીયા (ઉં.39) તે ખુશીના માતા, શારદાબેન રમેશભાઈ માલવીયાની દીકરી, સ્વ.અરવિંદભાઈ, સ્વ.દેવેન્દ્રભાઈ, અશ્વિનભાઈની ભત્રીજી, જલ્પા, હેતલ, પુનમ, ધૃતિના બહેન તથા સ્વ.અમૃતલાલ ચકુભાઈ ગાંધીની ભાણેજનું તા.26ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી / બેસણું તા.1ના સાંજે 4 થી 5, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

જામનગરઃ મુળ સિક્કા (હાલ જામનગર) નિવાસી દલસુખભાઈ દેવજીભાઈ ભાલારા (ઉં.82) તે દિપકભાઈ (એડવોકેટ), વિમલભાઈ (સાંઈ એન્ટરપ્રાઈઝ), પ્રિતીબેન પ્રફુલકુમાર સંચાણિયા, દિપાલીબેન મિતેશકુમાર અડિયેચાના પિતા, જીજ્ઞાબેન, હેતલબેનના સસરા, મનોજ (લોકો પાયલોટ)ના કાકા, સ્વ.અમરશીભાઈ લક્ષ્મણભાઈ ભારદીયા (બારા ગામવાળા)ના જમાઈનું તા.29ના અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.30ના સવારે 9 કલાકે અંબા વિજય સોસાયટી, સરૂ સેક્શન રોડ, જામનગર ખાતેથી નીકળશે.

બોટાદઃ સ્વ.ગુલામહુસેન નજરઅલી ત્રવાડીના દીકરા જોહરભાઈ તે મલેકાબેનના પતિ, મારીયાબેન (સાવરકુંડલા), મરીયમબેન (ચેન્નઈ), મોહમ્મદ (ચેન્નઈ)ના પિતા, મરીયમબેન (રાજકોટ), નફીસાબેન (સુરેન્દ્રનગર), મુનીરાબેન (ભાવનગર), જુમાનાબેન (અમદાવાદ), અબાસભાઈ, ખોજમભાઈના ભાઈનું તા.29ના અવસાન થયું છે. જિયારતના સીપારા મી. તા.1ના બપોરે 12 કલાકે સૈફી મસ્જિદમાં બોટાદ છે.

રાજકોટઃ મુળ હડમતાળા હાલ રાજકોટ નમ્રતાબેન કોટક (ઉં.60) તે હસમુખરાય નરભેરામભાઈ કોટકના પત્ની, સ્વ.નરભેરામભાઈ ડાયાભાઈ કોટકના પુત્રવધુ, સ્વ.હર્ષદભાઈ, મનહરભાઈ (બકુલભાઈ), નવીનભાઈ, જગદીશભાઈ, જીતેન્દ્રભાઈના નાનાભાઈના પત્ની, સ્વ.િકરીટભાઈ, ભરતભાઈ કોટકના ભાભી, સ્વ.ગોરધનદાસ જગજીવનદાસ ઘીયાની પુત્રી, સ્વ.શૈલેષભાઈ, અજયભાઈ ઘીયા, સ્વ.જયશ્રીબેન તન્નાના નાના બહેન, મયંક કોટક, રાધિકા કોટકના માતા, હીનાબેન, ચિરાગભાઈના સાસુ, શાનવી તથા રિદ્ધિ કોટકના દાદી, જીલ, હર્ષિવ અને હરિતના નાનીનું તા.27ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.1ના 4-30 થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટઃ ઉષાબેન દિનેશકુમાર ત્રિવેદી (ઉં.75)(અંધ મહિલા વિકાસગૃહના નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ) તે સ્વ.માર્કંડરાય ત્રિવેદીની પુત્રી, અમીષાના માતા, બ્રિજેશકુમારના સાસુ, આદિત્યરાજના નાની, સ્વ.કુમારભાઈ, સ્વ.બાળકૃષ્ણભાઈ, હસમુખભાઈ, મહેશભાઈ, સ્વ.શૈલેષભાઈ અને પરાગભાઈના બહેનનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4-30 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે.

પોરબંદરઃ પ્રેમીલાબેન (ઉં.80) તે સ્વ.નટવરલાલ દયાળજી સોનપાલના પત્ની, વલ્લભભાઈ વિઠ્ઠલજી કનૈયાના પુત્રી, પિયુષભાઈ, મયુરભાઈ, અતુલભાઈના માતાનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના સાંજે 5-30 થી 6 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.

ઇ-પેપરના નવા શુલ્ક