• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

કાશી-હરિદ્વાર બાદ લંડનમાં થઈ ગંગા આરતી

થેમ્સ નદીના કિનારે જોવા મળ્યો અદ્ભૂત નજારો : મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

નવી દિલ્હી, તા. 14 : ભારતમાં કાશી અને હરિદ્વાર બાદ ગંગા આરતી લંડન સુધી પહોંચી છે. યૂકેની રાજધાનીમાં થેમ્સ નદીના તટે રવિવારે પહેલી વખત ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકો સામેલ થયા હતા. પ્રકાશ ઉત્સવ નામથી આયોજીત કાર્યક્રમનું આયોજન ચિન્મય મિશન યૂકેએ ટોટલી ટેમ્સના વાર્ષિક ઉત્સવના સહયોગથી કરવામાં આવ્યું હતું.

ભારતમાં ગંગા તટે થતી પ્રસિદ્ધ આરતીની પરંપરાથી પ્રેરિત આયોજનની પરિકલ્પના પ્રકૃતિ, જ્ઞાન અને ચેતનાના જીવનદાયી પ્રવાહના પ્રતીકના રૂપમાં કરવામાં આવી હતી. ચિન્મય મિશન યૂકેના શિક્ષિકા શ્રીપ્રિયા ચૈતન્યએ કહ્યું હતું કે, પેઢીઓથી શ્રદ્ધાળુ ગંગા તટે દીપ પ્રજ્વલિત કરીને માતા ગંગાની અરાધના કરે છે. ટેમ્સ નદીએ આરતી આવી જ ભાવનાને આગળ વધારવામાં આવી છે. જેમાં કૃતજ્ઞતા, આશા તેમજ એકતાના સામૂહિક ભાવથી લોકોને સાથે લાવવામાં આવ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક