દેહદાન
રાજકોટ:
મોઢ વણિક જયેશભાઇ રસિકભાઇ પારેખ (ઉ.70) તે
સ્વ. રસિકલાલ બળવંતરાય પારેખના પુત્ર, હેમંતીકાબેનના પતિ, દીપેશભાઇ, સ્મીતા વિનુભાઇ મહેતા અને દીપ્તી મયુરભાઇ
શાહના ભાઇ, ચિંતનના પિતા, સ્વ. વિનોદભાઇ ટી. શાહના જમાઇનું તા.10 ના અવસાન થયું છે.
ટેલીફોનીક બેસણુ: તા.14ના બપોરે 4 થી 6 છે. સદગતનું દેહદાન કરાયું છે.
ચક્ષુદાન
રાજકોટ:
મુળ ગામ રોહિસાળા, હાલ રાજકોટ ચારૂબેન હિંમતભાઇ ટાંક (ઉ.75)નું તા.11 ના અવસાન થયું
છે. બેસણું તા.14ના સાંજે 5 થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક મેઇન રોડ,
રૈયા રોડ, રાજકોટ ખાતે છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન
કરાયું
છે.
ચક્ષુદાન
રાજકોટ: નરેન્દ્રભાઇ નાથાભાઇ ભાડલિયા (મંગલમૂર્તિ વિદ્યા
મંદિર)નું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન
કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન,
દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 889મું ચક્ષુદાન થયું છે.
રાજકોટ:
ભીલ વિજયભાઇ ભીખાભાઇ લીડિયા (ઉં.61) (યુકો બેંક વાળા) તે હર્ષાબેન પોસ્ટ ઓફિસના પતિ
તથા આનંદ રાજ લીડિયા (પીજીવીસીએલ)ના પિતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.14ના
સાંજે 4થી 6 રાજકોટ સોરઠિયા દરજી જ્ઞાતિની વાડી, રૈયા રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ગોંડલ નિવાસી હાલ રાજકોટ જયંતીલાલ વૃજલાલ દેશાઇના પત્ની, શૈલાબેન દેશાઇ (ઉં.78) તે
મિતેષભાઇ, રૂપલ સંદીપભાઇ મહેતા, હેમાબેન દામુભાઇ નાયડુના માતા તથા મનિષાબેનના સાસુ,
ડો. યશ્વી, મિહિરના દાદીનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણુ: તા.14ના સાંજે 5થી 6 એસ્ટ્રોન
સોસાયટી, કોમ્યુનીટી હોલ, અમિન માર્ગ, રાજકોટ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
હસમુખભાઇ ઠાકરશીભાઇ ચંદિભમર (ઉં.70) થાનગઢ નિવાસી, હાલ રાજકોટ તે સ્વ. ઠાકરશીભાઇ તલકશીભાઇ
ચંદિભમરના પુત્ર, નરેન્દ્રભાઇ, મીનાબેન અશોકકુમાર, પન્નાબેન પ્રકાશકુમાર તેમજ રૂપાબેન
ઉમંગકુમારના મોટાભાઇ, વિશાલ, રવિ તેમજ કાજલના
પિતા, રિધમ તેમજ પાર્થના મોટા પપ્પા, કિયાંશના દાદા, મલય, માયરા, કાશ્વીના મોટા દાદા, સ્વ. રતિલાલ ભગવાનજીભાઇ
રાચ્છના જમાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. નગીનભાઇ,
કિરીટભાઇ તેમજ જગદીશભાઇના બનેવીનું તા.11 ના અવસાન થયું છે. બેસણું/ પિયર પક્ષની સાદડી
તા.14ના રોજ સાંજે 4થી 5-30 સોમેશ્વર મહાદેવ મંદિર, રવિ રત્ન પાર્ક મેઇન રોડ, રાજકોટ
છે.
રાજકોટ:
ગિરિશભાઈ ધીરજલાલ કાચા (ઉ.66) તે નિકુંજભાઈ, નિકીતાબેન જીજ્ઞેશકુમાર યાદવના પિતા, મનોજભાઈ,
શૈલેષભાઈના મોટાભાઈનું તા.10 ના અવસાન થયું છે. બેસણુ તા.14 નાં સાંજે 4 થી 6 અલ્કા
સોસાયટી કોમ્યુનિટી હોલ, મવડી ફાયર બ્રિગેડ પાછળ, રાજકોટ છે.
રાજકોટ:
માર્કન્ડ વસંતરાય રાવલ (િનવૃત્ત ઓડિટર એ.જી.ઓફિસ (ઉ.વ.86) તે રેખાબેન રાવલના પતિ અને
સ્વ.સુરેશભાઈ રાવલ, કાત્યાયનીબેન ભટ્ટ, મધુસુદનભાઈ રાવલ, ઉમાબેન ઠાકરના ભાઈ, રઘુનંદન
રાવલ, ભૃગૃનંદન રાવલના પિતા, શ્યામ, ભૈરવી, ઈશ્વરી અને દ્વારકેશના દાદાનું તા.11 ના
અવસાન થયું છે. બેસણુ તા.14 ના સાંજે 4 થી 6 ૐ કારેશ્વર મહાદેવ મંદિર, એ.જી.સોસાયટી,
કાલાવડ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
કેતન ચંદ્રવદન આચાર્યનું તા.11 ના અવસાન થયું છે. બેસણુ તા.13 નાં સાંજે 4 થી 6 ગોરેશ્વર
મહાદેવ મંદિર, હંસરાજનગર રાજકોટ છે.
રાજકોટ:
કેતનાબેન મહેન્દ્રકુમાર દાવડા (ઉં.56) તે મહેન્દ્રકુમાર અમૃતલાલ દાવડાના પત્ની, મૂળ
વડાળા તથા હાલ મુંબઈવાળા અમૃતલાલ ગોરધનદાસ દાવડાના પુત્રવધુ, જેસિકા અનિરૂદ્ધ રામદેવ,
ઈશિતાબેન અને મૌલિકભાઈના માતા, ગિરિશભાઈ (દુબઈ), અનિલભાઈ (રાજકોટ), સ્નેહાબેન અશોકભાઈ
ગઢીયા (મુંબઈ) ના ભાભી, ભાણવડવાળા સ્વ.અમૃતલાલ છગનલાલ પોપટના પુત્રી, સ્વ.શૈલેષભાઈ,
સ્વ.ભરતભાઈ, મુકેશભાઈ, જયેશભાઈ, શોભનાબેન નટવરલાલ ભાયાણીના બહેનનું તા.12 ના અવસાન
થયું છે.
તાલાલા
ગિર: ભુપતભાઈ પોપટભાઈ ખેતાણી (હાલ જૂનાગઢ) (ઉ.65) તે સુરેન્દ્રનગર (હેડ કલાર્ક-તાલાલા
નગરપાલિકા)નાં મોટાભાઈ, વિજયભાઈ તથા તુલસીભાઈ તથા સ્વ.પરસોત્તમભાઈના નાનાભાઈ, રવિભાઈના
પિતાનું તા.12 નાં અવસાન થયું છે. બેસણુ તા.14 નાં બપોરે 4 થી 6 હુડકો સોસાયટીની બાજુમાં,
બિમલેશ્વર મંદિર, તાલાલા છે.