• રવિવાર, 05 જુલાઈ, 2026

avsan nodh

ચક્ષુદાન

જામનગર: જગદીશભાઇ હરીલાલ દવેનું અવસાન થતાં તેમના પરિવારજનોની ઇચ્છા અનુસાર તથા શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટ, રાજકોટની પ્રેરણાથી ચક્ષુદાન થયું છે. ચક્ષુદાને ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટ, રાજકોટના  ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં 41મું ચક્ષુદાન છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય સ્વ.ભાઈલાલભાઈ હરિલાલભાઈ વાઢેરના પુત્રવધુ સુમિત્રાબેન (ઉ.84) જે સ્વ.કાંતિલાલ ભાઈલાલભાઈ વાઢેરના પત્ની, મનોજભાઈ, જીજ્ઞેશભાઈ, પ્રીતિબેન મનોજભાઈ દુબલના માતા, શાંતિલાલ ત્રિભુવનભાઈ કાકુ (જામનગર)ના પુત્રી, મનહરલાલ શાંતિલાલ કાકુના બહેનનું તા.4 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.6 નાં સાંજે પ થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: વંદનાબેન છાયા તે સ્વ.અશ્વિનભાઈ છાયાના પત્ની, પાર્થિવ છાયા (કોટક લાઈફ), હેમા મિતેશભાઈ વોરાનાં માતા, કૃતિના સાસુ, તન્મિતનાં દાદી, સૌમ્ય અને પર્વના નાનીનું તા.4 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.6 ના સાંજે પ થી 6 નાગર બોર્ડીંગ, વિરાણી હાઈસ્કૂલ સામે, ટાગોર રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.કનકરાય લાભશંકર જોષીના પત્ની મંજુલાબેન (ઉ.76) તે સ્વ.કિર્તીભાઈ, કમલભાઈ (કિર્તી પાન), ધારિણીબેન પ્રમિતકુમાર ભટ્ટના માતા, સ્વ.જયંતીલાલ રતિલાલ મહેતા (ઢોલરા) ના બેનનું તા.4 ના અવસાન થયુ છે. બન્ને પક્ષનું ઉઠમણુ/બેસણુ તા.6 ના 4:30 થી 6 નટેશ્વર મહાદેવ મંદિર, 80 ફૂટ રોડ, કોઠારિયા કોલોની, શેઠ હાઈસ્કૂલની બાજુમાં, રાજકોટ છે.

રાજકોટ: જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સ્વ.રસિકલાલ જે. જોષીના પુત્રવધુ, વિનયકુમાર આર. જોષીના પત્ની રશ્મિબેન તે સાગરભાઈ તથા તેજલ જે. આચાર્યના માતા, પંકજ આર. જોષીના ભાભી, ડો.મુકુંદરાય એમ. દવે (જૂનાગઢ)ના નાના બહેનનું તા.4 ના અવસાન થયુ છે. બેસણુ તા.6 ના 4 થી 6 તેમના નિવાસ સ્થાન, 9/એવન્યુ, ક્લબ હાઉસ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, નાણાવટી ચોક, રાજકોટ છે.

મોરબી: ગોસ્વામી હંસગીરી ઓઘડગિરિ (મંત્રી, મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળ) ના પત્ની ભાનુબેન (ઉ.68) તે વિનોદગિરિ તથા વિજયગિરિના માતાનું તા.3 ના અવસાન થયુ છે. બેસણુ તા.6 નાં સાંજે 4 થી 6 ગોસ્વામી સમાજની વાડી, વિદ્યુત સ્મશાન ગૃહની સામે, લીલાપર રોડ, મોરબી છે.

રાજકોટ: લુહાર નવિનભાઈ બાબુલાલ કારેલીયા (ઉં.65) તે સ્વ.બાબુલાલ હિરજીભાઈ કારેલીયાના પુત્ર, સ્વ.બટુકભાઈ, સ્વ.મનસુખભાઈ, સુરેશભાઈ, ભરતભાઈના નાનાભાઈ, ચિરાગ અને સાગરના પિતા, સ્વ.દેવશીભાઈ અમરશીભાઈ ગોહેલના જમાઈ, વિનોદભાઈ દેવશીભાઈ ગોહેલના બનેવીનું તા.4 ના અવસાન થયુ છે. બેસણુ તા.6 નાં સાંજે 4 થી 6, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી શેરી નં.9 ખાતે પિયર પક્ષનું બેસણુ સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક