વરિષ્ઠ
પત્રકાર ભરત ઘેલાણીના પત્નીનું અવસાન
મુંબઈ,
તા.3: મૂળ બિલાખા નિવાસી અને હાલ અંધેરીમાં રહેતા વરિષ્ઠ પત્રકાર કટાર લેખક ભરત ઘેલાણીના
પત્ની વર્ષાબેનનું શુક્રવાર ત્રીજી જુલાઈએ 71 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ગુરુવાર
રાત્રે તેમને સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો. તેમની પુત્રી ઈશિતા કેનેડામાં છે. તેઓ શનિવારે
બપોરે મુંબઈ પહોંચ્યા બાદ સાંજે પાંચ વાગ્યા પછી ઓશીવરા સ્મશાનભૂમિમાં અંતિમ ક્રિયા
કરવામાં આવશે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ છે.
આલીદરની
RSS શાખાના મુખ્ય શિક્ષક 11 વર્ષીય
કર્મધ્યસિંહનું અવસાન
ડોળાસા,
તા.3: અલીદર-કોડિનાર તાલુકાના આલીદર ગામની આર.એસ.એસ.શાખાના પ્રચારક વિદ્યાર્થી કર્મધ્યસિંહ
હિરેનભાઈ વંશ (ઉં.11) તે હિરેનભાઈ નાથાભાઈ વંશના પુત્ર, આલીદરના માજી સરપંચ હમીરભાઈ
વંશના પૌત્ર, ભરતભાઈ જેશીંગભાઈ બારડ અને કિશનભાઈ બારડના ભાણેજનું તા.2ના અવસાન થયું
છે. બેસણું તા.4ને શનિવારે કારડિયા રાજપૂત સમાજ ભવન ખાતે છે.
ઉપલેટા:
સોની સ્વ.હીરાલાલ જેઠાલાલ રાજપરાના પત્ની દયાબેન (ઉં.82) તે તરુણભાઈ, સંજયભાઈ, સુધાબેન
(બિલખા), સરલાબેન (જેતપુર), મીતાબેન, અલ્પાબેન (જામનગર)ના માતા, દુષ્યંત, કરણના દાદીનું
તા.3ના અવસાન થયું છે. બેસણું તા.4ના 4થી 6, ઉપલેટા મુકામે ધ્રુવ વાડી, ખીજડા શેરી,
પિયર પક્ષનું બેસણું સાથે છે.
રાજકોટ:
હળવદ નિવાસી હાલ રાજકોટ હરિપ્રસાદ સોમનાથ જાની (ઉં.83) તે નીતિનભાઈ, દેવાંગભાઈ (પાવરગ્રીડ
કોર્પો.), દીપુબેન ધર્મેન્દ્રભાઈ પંચોલી, કિરણબેન વિમલકુમાર ત્રિવેદી, ગાયત્રીબેન ગૌરાંગકુમાર
પંડયાના પિતાનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4ના સાંજે 4-30થી 5-30, ગીતા
મંદિર, જંક્શન પ્લોટ મેઈન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
જગદીશભાઈ લાખાભાઈ રાઠોડ (ઉં.73) તે સ્વ.લાખાભાઈના પુત્ર, સ્વ.પુષ્પાબેનના પતિ, પ્રતાપભાઈ,
તેજલ, જલ્પા, ભાવના, સોનુ, હીનાના પિતા, યોગિતાબેનના સસરા, રાજના દાદાનું તા.1ના અવસાન
થયું છે.
માંગરોળ:
વિઠ્ઠલદાસ અમીલાલ તન્ના (ઉં.84) તે અજયભાઈ, શૈલેષભાઈ, કાજલબેન કમલેશકુમાર દેવાણી, પુજાબેન
અલ્પેશકુમાર ઠકરાર, વર્ષાબેન હરેશકુમાર કારીયા, ઈલાબેન સુરેશકુમાર કાનાબારના પિતા,
સ્વ.વાડીલાલભાઈ, રસિકભાઈ, ચીમનભાઈ તથા ઈન્દુબેન ચંદુલાલ તન્નાના ભાઈનું તા.3ના અવસાન
થયું છે. ઉઠમણું તા.4ના સાંજે 5 થી 6 લોહાણા મહાજન વાડી, માંગરોળ છે.
સાવરકુંડલા:
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના મુકેશભાઈ નારણભાઈ ત્રિવેદી (ઉં.68) તે
નરહરિભાઈના નાનાભાઈ, ધવલના મોટા બાપુજી, રમેશભાઈ ચંપકભાઈ વ્યાસના કાકાજી સસરાનું તા.2ના
અવસાન થયું છે. સાદડી તા.4ના સાંજે 4 થી 6, એકલીંગજી ઉપવન, ખાતરવાડી પાસે, સાવરકુંડલા
છે.
જેતપુર:
દશા સોરઠીયા વણિક શશીકાંત ડાયાલાલ શ્રીમાંકર (ઉં.72) તે સ્વ.ડાયાલાલ ફુલચંદ શ્રીમાંકરના
પુત્ર, બળવંતભાઈ, ધર્મેન્દ્રભાઈ, સ્વ.કુંદનબેન, સ્વ.પારૂલબેન અને કિરણબેનના મોટાભાઈનું
તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ના સાંજે 4 થી 6, ખોડપરા દરજી જ્ઞાતિની વાડીમાં જેતપુર
છે.