ચક્ષુદાન
ધોરાજી:
ધોરાજીના જાદવભાઈ જીવરાજભાઈ વઘાસિયાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.જાદવભાઈના ચક્ષુદાન
કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને જાણ
કરાતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન, ડો.રેહાન હસનફતા, ડો.આદર્શ સાવલિયા,
મેડિકલ ટીમે ચક્ષુદાન સ્વીકારવાની પોતાની સેવાઓ બજાવી હતી. આ તકે પ્રફુલ્લભાઈ વઘાસિયા,
ધિતેન્દ્રભાઈ વઘાસિયા, કિરીટભાઈ વઘાસીયા, ભુપતભાઈ વઘાસિયા, ધવલભાઈ વઘાસિયા, અક્ષયભાઈ
વગેરે ઉપસ્થિત હતા.
રાજકોટ:
મંજુલાબેન કાંતિલાલ પૈજા (વ્યાસ)(ઉં.75) તે
સ્વ.ડો.કાંતિલાલ મણિલાલ પૈજા (વ્યાસ)ના પત્ની, અવનીબેન જસ્મીનભાઈ ઓઝા (રેલવે), કેતનભાઈ
(એસએનકે), દીપકભાઈ (પીજીવીસીએલ)ના માતા, જસ્મીનભાઈ ઓઝા (રેલવે), મનાલીબેન (પીજીવીસીએલ)ના
સાસુનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 3-30 થી 5-30, જગજીવન રામ, રેલવે
ઈન્સ્ટીટયુટ, કોઠી કમ્પાઉન્ડ, રેલવે સ્ટેશન રોડ, રાજકોટ છે.
જામખંભાળીયા:
લોહાણા વાસુદેવભાઈ ગોકાણી (ઉં.78) તે સ્વ.ઈશ્વરલાલ, વલ્લભદાસ ગોકાણીના પુત્ર, સ્વ.કનૈયાલાલ,
નવીનભાઈ, કેતનભાઈના મોટાભાઈ, સ્વ.હિતેશભાઈ, ભાવેશભાઈ, નીલાબેનના પિતાનું તા.30ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.2ના સાંજે 4 થી 4-30, ભાઈઓ-બહેનો માટે જલારામ મંદિર,
ખંભાળીયા
છે.
અમરેલી:
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય સ્વ.બળવંતરાય વિઠ્ઠલદાસ બોસમીયાના પુત્ર શૈલેષભાઈ (ચકાભાઈ)(ઉં.62)
તે પ્રદીપભાઈ, રેણુકાબેનના ભાઈ, જયશ્રીબેનના પતિ, જયકિશન, પ્રિયાના પિતાનું તા.30ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.2ના સાંજે 4 થી 6, ગંગાબાઈ વાડી, જૈન દેરાસર પાસે,
અમરેલી છે.
રાજકોટ:
મુળ ગામ જામદુધઈ હાલ રાજકોટ અશોકભાઈ વસ્તાજીભાઈ પોરીયાના માતા મંજુલાબેન (ઉં.87) તે
જયદીપભાઈ, ઉર્વશીબેન અશોકભાઈ પોરીયાના દાદીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.2ના
સાંજે 4 થી 6, ખોડલ ચિત્રકુટ ધામ મંદિર, ખોડિયાર સોસાયટી, નંદા હોલ પાછળ, ભારતીનગર
પાસે, રાજકોટ છે.
સાવરકુંડલા:
હાજી ઉસ્માનભાઈ કાસમભાઈ કુરેશી એસ.ટી. કંડક્ટર - સાંઢીયાવાળા (ઉં.75) તે કુરેશી હાજી
ઈબ્રાહીમભાઈ અને કુરેશી હાજી પ્રો.રસુલભાઈના ભાઈ, કુરેશી રહીમભાઈ, હાજી ઉસ્માનભાઈ,
કુરેશી રફીકભાઈ, હાજી ઉસ્માનભાઈના પિતા, કુરેશી સમીરભાઈ, કુરેશી સાદીકભાઈના દાદાનું
તા.30ના અવસાન થયું છે. જિયારત તા.2ના સવારે 10 થી 11 મસ્જીદે ખાદીજહમાં છે. બહેનોની
જિયારત તેમના નિવાસ સ્થાને છે. હિન્દુ ભાઈઓનું બેસણું તા.2ના સાંજે 4 થી 6, તેમના નિવાસ
સ્થાન, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
ઉર્મિલાબેન મહેતા તે સુધીરભાઈ કાનજીભાઈ મહેતાના પત્ની, બળભદ્રભાઈના માતાનું તા.30ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.2ના સાંજે 4 થી 6, મંગલમ સોસાયટી, જેસર રોડ, હવેલી
પાસે,
સાવરકુંડલા
છે.
મોરબી:
હર્ષિદાબેન કનૈયાલાલ રામાનુજ તે કનૈયાલાલ મણીરામભાઈ રામાનુજ (ટીનાભાઈ)ના પત્ની, રવિભાઈ
કનૈયાલાલ રામાનુજના માતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ના સવારે 8 થી 10, પટેલ
ગાંડુભાઈ વશરામભાઈ કોમ્યુનિટી હોલ, ભડીયાદ મુકામે છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ રાણસીકી હાલ ગોંડલ મનસુખલાલ ભીમજીભાઈ દવે (ઉં.85)
તે સ્વ.જ્યોત્સનાબેનના પતિ, પરેશભાઈ, મેહુલભાઈ, શોભાબેન જયેશભાઈ મહેતા (કોટડાપીઠા),
દીપાબેન ભાવેશભાઈ દવે (વડોદરા), સોનલબેન મહેશભાઈ મહેતા (રાજકોટ)ના પિતા, પાયલ અને શ્રદ્ધાના
સસરા, કુમારભાઈ, સ્વ.બાબુભાઈના મોટાભાઈ, સ્વ.કમુબેન, સ્વ.સરલાબેન (ગોંડલ), સ્વ.ગોદાવરીબેન
(કરિયાણા), સ્વ.મંજુબેન (અમરેલી), હંસાબેન (આકડીયા)ના ભાઈ, ક્રિશિવ, દેવર્ષ, તસ્મયના
દાદા તથા શિલ્પા ત્યાગકુમાર મહેતા (ભાવનગર), મેના પ્રણવકુમાર જોષી (રાજકોટ), જાગૃતિ
નવનીતકુમાર મહેતા (યુએસ)ના મોટા બાપુજીનું તા.30ના અવસાન થયેલ છે. બેસણું તા.2ના ગુરૂવારે
સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, 9/12 યોગીનગર, ત્રમ્બકેશ્વર મંદિર સામે, લાલપુલ પાસે,
ગોંડલ છે. મો.નં.94272 69696, 99244 41640
રાજકોટ:
દાઉદી વ્હોરા ચિત્તલ નિવાસી હાલ રાજકોટ તાહેરઅલી કામરૂદીન ભારમલ તે ડો.શબ્બીર, ઝેનબેન,
ફરીદાબેન, ફાતેમાબેન, તસ્નીમબેનના પિતા, મુસ્તફાભાઈ (એમઆર), હસનભાઈ (ગોંડલ), મોહમ્મદભાઈ
(સિહોર), ઈબ્રાહીમભાઈ મલકાનીના સસરાનું તા.1ના અવસાન થયું છે.
વેરાવળ:
અશોકભાઈ પંડયા એડવોકેટ (ઉર્ફે જયુભાઈ)(ઉં.58) તે સ્વ.હિંમતલાલ મગનલાલ પંડયાના પુત્ર,
કનુભાઈ, નાનુભાઈ, બાલુભાઈના નાનાભાઈ, ક્રિષ્નાના કાકાનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું
તા.2ના સાંજે 4 થી 5, બ્રહ્મકુંડ મંદિર, રામભરોસા ચોક રોડ, વેરાવળ છે.
રફાળેશ્વર:
ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ બાલાશંકર જોષી તે ચુનીલાલ મહાશંકર જોષીના પુત્ર, કાંતિલાલ (વાંકાનેર)ના
મોટાભાઈ, સ્વ.લાભશંકર હરજીવન પંડયા (કોટડાનાયાણી)ના જમાઈ, શૈલેષભાઈ, કમલેશભાઈ, મુકેશભાઈ,
ભાવનાબેન પંકજકુમાર પંડયા, શોભનાબેન વિપુલકુમાર જોષી (જામનગર)ના પિતાનું તા.28ના અવસાન
થયું છે. બંને પક્ષનું બેસણું તા.2ના રફાળેશ્વર મંદિર મુકામે છે.
રાજકોટ:
મીઠાપુર નિવાસી હાલ રાજકોટ હેમલતાબેન રમેશભાઈ કોટક (ઉં.74) તે સાહિલભાઈ, દર્શનભાઈ અને
હેતલબેન કંદર્પકુમાર સેજપાલના માતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની
સાદડી તા.2ના સાંજે 4-30 થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, પ્રજાપતિની વાડી પાસે, લક્ષ્મીનગર
મેઈન રોડ, ત્રિશુલ ચોક, રાજકોટ છે.
જામનગર:
ગીતાબેન કમલેશભાઈ મહેતા (ઉં.67) તે સ્વ.નગીનદાસ સોમચંદ મહેતના પુત્રવધુ, કમલેશભાઈના
પત્ની, કૌશલ, હિરલના માતા, રીમા, પૂનમના સાસુ, રિઆનના દાદી, નયનાબેન, અંજુબેનના ભાભીનું
તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.3ના મોટા ઉપાશ્રય, ચાંદી બજાર, જામનગર છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
રાજકોટ:
લીલાવંતીબેન પંડિત (ઉં.80) તે સુરેન્દ્રકુમાર જયંતિલાલ પંડિતના પત્ની, આશુતોષભાઈના
માતા, તેજલબેનના સાસુનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4-30 થી 6-30,
શિવ મંદિર, ‘િશવાષિશ’, કૈલાશ પાર્ક શેરી નં.2 (કોર્નર), નટરાજ નગર મેઈન રોડ, યુનિવર્સિટી
રોડ, રાજકોટ છે.
રાજકોટ:
મહેશભાઈ લાભશંકરભાઈ મહેતા (ઉં.78) તે ચેતનભાઈ, વિપુલભાઈના પિતા, હરિલાલ છગનલાલ ઠાકરના
સાળાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4 થી 6, નટેશ્વર મહાદેવ મંદિર,
80 ફુટ રોડ, શેઠ હાઈસ્કૂલની બાજુમાં, રાજકોટ છે.