• શનિવાર, 04 જુલાઈ, 2026

અવસાન નોંધ

કેન્સર ફિઝિશિયન પદ્મશ્રી ડો.પંકજ શાહનું અવસાન

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.3: અમદાવાદના જાણીતા પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કેન્સર ફિઝિશિયન ડો.પંકજ શાહનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. નોંધનીય છે કે, તેઓ ગુજરાતના રાજ્યપાલના માનદ તબીબ રહી ચુકેલા ડો.શાહ એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલના નિયામક પદેથી પણ નિવૃત્ત થયા હતા. તેમણે 50 વર્ષથી વધુ લાંબા સમય સુધી સેવા આપી હતી એટલું જ નહીં સદવિચાર પરિવાર મેડિકલ સેન્ટરના માધ્યમથી તેમણે અસંખ્ય ગરીબ દર્દીઓની પણ સારવાર કરી હતી.

તેઓ ગુજરાત કેન્સર સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા હતા. ઉપરાંત તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ઓન્કોલોજીસ્ટ તરીકે કાર્યરત હતા. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (જીસીઆરઆઈ) ખાતે મેડીકલ ઓન્કોલોજીના પ્રોફેસર એમિરિટસ તરીકે જોડાયેલા હતા.

તબીબી જગતમાં તેમના અમૂલ્ય પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરીક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

તેઓને 2005માં ભારતનો સર્વોચ્ચ તબીબી પુરસ્કાર ‘ડો.બી.સી.રોય એવોર્ડ’ વર્ષ 2002માં ‘મદન મોહન રમણલાલ જીસીઆરઆઈ લ્યુમિનરી ઓરેશન એવોર્ડ’ અને વર્ષ 2007માં રૂબી હોલ દ્વારા ‘એક્સલન્સ ઈન ઓન્કોલોજી એવોર્ડ’થી સન્માનીત કરાયા હતા. તેમના અવસાનથી તબીબી જગતને એક મોટી ખોટ પડી છે.

 

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય ઈન્દુકુમાર હરજીવનદાસ મેર (બગસરાવાળા) (ઉં.69) તે ભારતીબેનના પતિ, મિલન, પ્રશાંતના પિતા, સ્વ.રમણીકલાલ, સ્વ.શશીકાંતના નાનાભાઈ, સુરેશભાઈના મોટાભાઈ, સ્વ.જમનાદાસ દયાળજી બોસમિયાના જમાઈનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તના.3ના સાંજે 4થી 6, બ્રહ્મક્ષત્રિય વાડી, પેડક રોડ, રાજકોટ છે.

જામનગર: ચેતનાબેન કાનાણી (ઉં.65) તે જેન્તીલાલ ધરમશી કાનાણીના પત્ની, કલ્પેશભાઈ, જીગ્નાબેન (સોનલબેન) જગદીશકુમાર જોગિયા (જામનગર), ભાવિતા નિશિતકુમાર હિંડોચા (લંડન)ના માતા, શ્લોકના દાદીમા, શ્યામના નાનીમા, સ્વ.રમેશભાઈ નથવાણી, સ્વ.બાબુલાલ નથવાણી, ચંદુલાલ નથવાણી, ભાનુબેન રતિલાલ ખગ્રામ (રાજકોટ), નિર્મલાબેન વલ્લભદાસ કારીઆ (જામનગર), હંસાબેન ગુણવંતરાય બદિયાણી (સુરત)ના બહેન, સ્વ.તુલસીદાસ મગનલાલ નથવાણીના દીકરીનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી, ભાઈઓ-બહેનો માટે તા.3ના સાંજે 5થી 6, કેશવ સ્પોર્ટસ સેન્ટર, ઓશવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગર છે.

રાજકોટ: સ્વ.શિવલાલભાઈ ઉજમશીભાઈ રાયચુરાના પુત્ર હરેશભાઈના પત્ની જ્યોતિબેન (ઉ.57) તે બંસીબેન ઉર્વિશકુમાર ઠક્કર, સંકેતભાઈના માતા, જયભાઈ, કરણભાઈના કાકી, રિઆનભાઈના દાદીનું તા.1 ના અવસાન થયુ છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.3 નાં સાંજે પ થી 6:30 નૂતન નગર કોમ્યુનિટી હોલ, કોટેચા ચોક, રાજકોટ ખાતે ભાઈઓ-બહેનોનું સાથે છે.

સીમાસી (તા.ઉના): સ્વ.અરવિંદભાઈ લક્ષ્મીદાસ (ખુશાલભાઈ) કાનાબારના પત્ની ચંદ્રિકાબેન (ઉં.70) તે દિનેશભાઈ, નિલેશભાઈ અને રીટાબેન હિરેનકુમાર ગોવાણી (રાજકોટ)ના માતા, ચંદુભાઈ, ધનસુખભાઈના ભાભી, સ્વ.પોપટલાલ ઓધવજીભાઈ કંટારીયા (જૂનાગઢ) ના પુત્રી, સ્વ.કાકુભાઈ, દ્વારકાદાસભાઈના બહેનનું તા.ર ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.3 નાં સાંજે 4 થી 6 સુધી રામજી મંદિર, સીમાસી, તા.ઉના છે.

સાવરકુંડલા: બાવચંદભાઈ શાંતિભાઈ યાદવ (દલખાણીયાવાળા) તે નારાયણભાઈના મોટાભાઈ, વિપુલભાઈ અને કમલેશભાઈ (યોગીરાજ ટેઈલર) અને સ્મિતાબેન બાવચંદભાઈ યાદવ (ટીચર, મોટા સમઢિયાળા)ના પિતાનું તા.1 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.3 ના સાંજે 4 થી 6 મોચી જ્ઞાતિવાડી, મગીયા શેરી પાસે, સાવરકુંડલા છે.

પોરબંદર: કંચનબેન (કસ્તુરબેન) લાભશંકર મોઢા (ઉ.71) તે સ્વ.લાભશંકર દેવજીભાઈ મોઢાના પત્ની, હિતેશભાઈ, વીરેનભાઈ, શરદભાઈના માતા, અલ્પાબેન, ઈલાબેન, સ્વ.જાગૃતિબેનના સાસુ, ધવલ, શ્રેયા, મનસ્વી અને સ્મિતના દાદીનું તા.ર ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.6 નાં 4 થી પ તેમના નિવાસ સ્થાન છાયા પ્લોટ, ખોડીયાર સોસાયટી ખાતે છે.

રાજકોટ: કારડીયા રાજપૂત જીતુબેન દિનેશભાઈ વાઘેલા તે નરેન્દ્રસિંહ વાઘેલાના માતા, વિક્રમસિંહ રાઠોડના સાસુનું તા.1 ના અવસાન થયુ છે. બેસણુ તા.3 નાં સાંજે 4 થી 6 કારડિયા રાજપૂત સમાજની વાડી, 1પ0 ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી, રાજકોટ છે.

બોટાદ: ફાતેમાબેન રજબભાઈ ઝવઝતે તે મ.તૈયબભાઈ રસુલભાઈ(સૈફી ગ્લાસ) વાળાના પત્ની, તે મુરતુઝાભાઈ, રેહાનાબેન (અમદાવાદ), સકીનાબેન (દામનગર)ના માતા, ઈલીયાસભાઈ, અલીભાઈના સાસુ, ફિરોજભાઈ, તૈયબભાઈ (ધોળકા) નાં બહેન, અબ્દેઅલીભાઈ, અકબરભાઈ, મોઇઝભાઈ (સૈફી ગ્લાસ)ના ભાભીનું તા.ર ના અવસાન થયુ છે. જિયારતના સીપારા તા.4 ને શનિવારે બપોરે બાર કલાકે બોટાદ સૈફી મસ્જીદમાં છે. હિન્દુ ભાઈઓનું બેસણુ તા.4 ને શનિવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક