• મંગળવાર, 30 એપ્રિલ, 2024

જાહેરમાં માફી માગવા તૈયાર : રામદેવનું ‘કરગરાસન’

પતંજલી કેસમાં સુપ્રીમમાં હાજર થયા યોગગુરુ, બાલકૃષ્ણ : કોર્ટે સખત વલણ દાખવતાં માફી ન સ્વીકારી, ર3મીએ વધુ સુનાવણી

 

નવી દિલ્હી, તા.16 : પતંજલી કેસમાં યોગગુરુ બાબા રામદેવે સુપ્રીમ કોર્ટ સમક્ષ જાહેરમાં માફી માગવા તૈયારી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસિટસ અમાનુલ્લાની ખંડપીઠે મંગળવારે પતંજલી કેસમાં સુનાવણી કરી. દરમિયાન બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહયા અને વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટની માફી માગી હતી. વધુ સુનાવણી ર3મી એપ્રિલે થશે.

સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે પતંજલિની માફી હજૂ સ્વીકારવામાં આવી નથી. કોર્ટે રામદેવને પૂછયુ કે શું તમે બીજુ કંઈ પણ દાખલ કરવા ઈચ્છો

છો ? જેના પર રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યંy કે અમે હજૂ કંઈ ફાઈલ કર્યુ નથી પરંતુ અમે જાહેર માફી માગવા ઈચ્છીએ છીએ. રામદેવ અને બાલકૃષ્ણએ સુપ્રીમ કોર્ટના આદેશના ભંગ બદલ અખબારમાં જાહેરમાં માગી પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

સુનાવણી વખતે કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણ સાથે વાત કરી હતી. જસ્ટિસ કોહલીએ રામદેવને કહ્યંy કે તમે લોકપ્રિય છો. યોગ ક્ષેત્ર તમે ઘણું નામ કમાણા છો.તમે બિઝનેસ પણ કરવા લાગ્યા. કોર્ટે તેમને સીધો સવાલ કર્યો કે તમને માફી શા માટે આપવામાં આવે ? જવાબમાં રામદેવે કહયુ કે હવે પછી હું જાગૃત રહીશ. હું જાણું છું કે કરોડો લોકો મારી સાથે જોડાયેલા છે. કોર્ટે સખત ટિપ્પણી કરી કે અમારા આદેશ બાદ તમે આ બધુ કર્યુ. તમને ખબર છે કે અસાધ્ય બીમારીઓની તમે જાહેરાત ન કરી શકો કાયદો સૌ માટે સમાન છે. તમારા તરફથી ગેરજવાબદાર વલણ છે. બાલકૃષ્ણએ બચાવ કર્યો કે આ ભૂલ અજાણતા થઈ છે, અમારી પાસે પુરાવા છે. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે તમે એલોપેથી પર આંગણી ઉઠાવી ન શકો, તે યોગ્ય નથી. રામદેવે કહયુ કે અમે ઉત્સાહમાં આવીને આવુ કરી નાખ્યું, આગળ અમે સજાગ રહીશું. અમે એલોપેથી અંગે કંઈ નહીં બોલીએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક