• શુક્રવાર, 17 મે, 2024

ધોરાજીમાં દેશી દારૂની ભઠ્ઠી સાથે નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો             26 હજારનું સીરપ તેમજ ભઠ્ઠીના સાધનો જપ્ત

ધોરાજી, તા.ર9: શહેરના ચુનારા પા રોડ પર ફર્સ્ટ કન્ઝ્યુમર સામેના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી તથા નશાકારક સીરપ (કોર્ડીન)નું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂા.ર6 હજારનો સીરપનો જથ્થો અને દેશી દારૂ બનાવવાના સાધનો કબજે કર્યા હતા. જ્યારે આરોપીની શોધખોળ ચાલી રહી છે.

દેશી દારૂની ચાલુ ભઠ્ઠી તથા ખાખી કલરના પુઠાનું બોક્ષ ભરેલ હોય જે બોક્ષ ખોલી તપાસ કરતા નશાકારક પ્રતિબંધીત કેફી પીણાની કંપની શીલ પેક પ્લા.ની પારદર્શક બોટલો હોય જે નશાકારક કેફી પ્રવાહી પીણાની બોટલો પોતાના કબજામાં રાખી વેચાણ કરવા બદલ કોઈ પાસ પરમીટ કે સક્ષમ અધિકારીનું લાયસન્સ મેળવ્યા વગર લોકોના જાહેર આરોગ્યને નુકશાન કરે તેવા શંકાસ્પદ નશાકારક પ્રતિબંધીત કેફી પીણાની બોટલોનો જથ્થો ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

શીલપેક બોટલો નંગ-1પ0 કુલ જથ્થો 1પ,000 એમ.એલ. કિ.રૂા.26,250/-નો તેમજ દેશી દારૂ લિ. રપ કિ. રૂા.પ00/- તથા ગરમ આથો તથા ઠંડો આથો લિ.રપ0/- તથા ભઠ્ઠીના સાધનો કિ.રૂ.ર3ર0/- મળી કુલ મુદ્દામાલ કી. રૂ.33ર0/- સાથે મુદ્દામાલ કબજે કરી આરેપીની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં ધોરાજી સીટી પો.સ્ટે.ના પોલીસ ઈન્સ. આર.જે.ગોધમ તથા પો.સબ. ઈન્સ પી.કે.ગોહિલ તથા સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક