• શુક્રવાર, 17 મે, 2024

‘િવપક્ષે ઊટખને બલિનો બકરો બનાવ્યો છે’

એક અંગ્રેજી અખબારને મુલાકાતમાં વડાપ્રધાન મોદીના પ્રહાર : સંપત્તિ, વારસા પર વેરાની નીતિ નફરત પેદા કરશે

નવી દિલ્હી, તા. 29 : ઈવીએમ સાથે ચેડાંના વિપક્ષના આરોપો બાદ ચૂંટણીપંચની ક્લિનચીટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિત વિપક્ષી છાવણી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ઈવીએમને હંમેશાં બલિનો બકરો બનાવવાની હરકત કરાતી રહી છે.

લોકસભા ચૂંટણી પ્રચાર માટે દેશભરના રાજ્યોમાં પ્રવાસની દોડધામ વચ્ચે વડાપ્રધાને એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, વિપક્ષ હંમેશાં દેશને બૂથ કેપ્ચરિંગના યુગ તરફ લઈ જવા ઈચ્છે છે.

સંપત્તિ અને વારસા પર વેરાના મુદ્દેઁ કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે, આવી નીતિઓ નફરત પેદા કરે છે. દેશની આર્થિક, સામાજિક ગૂંથણીને અસ્થિર કરી નાખે છે.

અનામતના મુદ્દે વિપક્ષને ઘેરતાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દેશભરમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગને મળતી અનામત ઘટાડી, લઘુમતીને આપી દેવા માગે છે.

આવું કરવામાં કોઈ લાભ દેખાતો નથી. વાસ્તવમાં લોકોનો વિકાસ કરવો હોય તો માત્ર અવરોધો દૂર કરી તેમને સશક્ત બનાવવાની જરૂર છે. કોંગ્રેસ પક્ષ અને તેના યુવરાજને આવો માઓવાદી દૃષ્ટિકોણ આગળ વધારતાં જોવા દુ:ખદ છે, જે વિનાશનો નુસ્ખો છે તેવા પ્રહાર મોદીએ કર્યા હતા.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, સંપત્તિની તપાસ દરેક ઘર પર દરોડા પાડવા સિવાય કંઈ જ નથી. આવું કદી પણ થવું ન જોઈએ.

ભાજપના ઘોષણાપત્રમાં વચનોના ઉલ્લેખ સાથે મોદીએ કહ્યું હતું કે, અમે ખોટા અને એવા વચનોમાં વિશ્વાસ નથી કરતા, જે પૂરા ન કરી શકાય. મુદ્રા લોન, આયુષ્માન ભારત જેવી યોજનાઓનો વ્યાપ વિસ્તારવાનું વચન અમે આપ્યું છે. સમાન નાગરિક સંહિતાની વકીલાત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, સમુદાયો માટે અલગ-અલગ કાયદા સમાજના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ઇ-પેપરના નવા શુલ્ક