• મંગળવાર, 21 મે, 2024

કોલકતા સામે દિલ્હીનો ધબડકો અટકાવતો કુલદીપ: 9 વિકેટે 153

વરૂણની 3 અને વૈભવ-હર્ષિતની 2-2 વિકેટ

કોલકતા તા.29: ઇડન ગાર્ડનની ધીમી પિચ પર ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર દિલ્હી કેપિટલ્સ આઇપીએલના આજના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ 20 ઓવરના અંતે 9 વિકેટે 1પ3 રનનો સામાન્ય સ્કોર કરી શકી હતી. ટોચના બેટધરોની નિષ્ફળતા વચ્ચે નવમા ક્રમના પૂંછડિયા બેટધર કુલદીપ યાદવે દિલ્હી તરફથી સૌથી વધુ અણનમ 3પ રન કર્યાં હતા. આથી દિલ્હી સંપૂર્ણ ધબડકામાંથી ઉગરી ગયું હતું અને કેકેઆર સમક્ષ 1પ4 રનનો વિજય લક્ષ્ય મુકવામાં સફળ રહ્યંy હતું. કેકેઆર તરફથી મિસ્ટ્ર સ્પિનર વરૂણ ચક્રવર્તીએ સીઝનમાં પહેલીવાર સારો દેખાવ કરીને 16 રનમાં 3 વિકેટ લીધી હતી. મીડીયમ પેસર વૈભવ અરોરા અને હર્ષિત રાણાને 2-2 વિકેટ મળી હતી. મોંઘો મિચેલ સ્ટાર્ક ફરી ખર્ચાળ બન્યો હતો. તેણે 3 ઓવરમાં 43 રનનો ખર્ચ કરીને 1 વિકેટ લીધી હતી.

દિલ્હી કેપિટલ્સના તમામ ટોચના બેટધર નિષ્ફળ રહ્યા હતા. પૃથ્વી શો 13, ફટકાબાજ જેક ફ્રેઝર મેકગર્ક 12, અભિષેક પોરલ 18, સાઇ હોપ 6, કપ્તાન ઋષભ પંત એક જીવતદાન સાથે 27 અને અક્ષર પટેલ 1પ રને આઉટ થયા હતા. દિલ્હી તરફથી કોઇ મોટી ભાગીદારી થઇ ન હતી. ચોથી વિકેટમાં પંત-પોરેલ વચ્ચે 19 દડામાં 31 રન થયા હતા. જયારે નવમી વિકેટમાં કુલદિપ-રસિખ વચ્ચે 23 દડામાં મહત્વના 29 રનનો ઉમેરો થયો હતો. કુલદિપ યાદવ 26 દડામાં પ ચોકકા અને 1 છકકાથી 3પ રને નોટઆઉટ રહ્યો હતો. જે ટી-20 ફોર્મેટમાં તેનો બેસ્ટ સ્કોર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024