• શુક્રવાર, 17 મે, 2024

ઇંગ્લેન્ડને 5-0થી હાર આપી ભારતીય બેડમિન્ટન ટીમ થોમસ કપના ક્વાર્ટર ફાઇનલમાં

નવી દિલ્હી, તા.29 : ચીનમાં રમાઈ રહેલ થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન ભારતીય ટીમ ગ્રુપ રાઉન્ડમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ-0થી શાનદાર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમને પહેલા ગ્રુપ મુકાબલામાં થાઇલેન્ડ સામે 1-4થી હાર મળી હતી. ભારતીય ટીમ ત્રીજો અને અંતિમ ગ્રુપ મુકાબલો 11 વખતની પૂર્વ વિજેતા ટીમ ઇન્ડોનેશિયા સામે હશે. 

ઇંગ્લેન્ડ સામે ભારતની શરૂઆત શાનદાર રહી હતી. એચ એસ પ્રણયે ઇંગ્લેન્ડના હેરી હુઆંગને 21-15 અને 21-1પથી હાર આપી હતી. ડબલ્સમાં સાત્ત્વિક-ચિરાગનો બેન લેન-સીન વેડી વિરુદ્ધ 21-17, 19-21 અને 21-1પથી વિજય થયો હતો. કિદાંબી શ્રીકાંતે નદીમ દલવીને 21-16 અને 21-11થી હાર આપી ભારતની 3-0થી જીત નિશ્ચિત કરી દીધી હતી. બીજા ડબલ્સ મેચમાં એમઆર અર્જુન-ધ્રુવ કપિલા અને આખરી સિગલ્સ મેચમાં કિરણ જોર્જના પણ વિજય થયા હતા.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, આ પહેલાં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ પણ ઉબેર કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. પીવી સિંધુની અનુપસ્થિતિમાં યુવા મહિલા ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક