• શુક્રવાર, 17 મે, 2024

બોટાદમાં રૂ.1.65 લાખની રોકડની તફડંચી કરનાર ટ્રેક્ટરચાલક ઝડપાયો

            સીસીટીવીના ફૂટેજના આધારે ભેદ ઉકેલાયો

બોટાદ, તા. ર9 : ગઢડાના ઈંગોરાળા ગામે રહેતા જીવરાજભાઈ વશરામભાઈ સાસરપરા નામના વૃદ્ધ ખેડૂત તથા તેના ભાઈના ભાગિયા ઘનશ્યામ ધરમસી બાવળિયા સાથે બોટાદમાં સિમેન્ટના થાંભલા ખરીદવાના હોય બન્ને ગઢડા રોડ પર આવેલ ગુરુકૃપા સિમેન્ટ પ્રોડક્ટ નામની દુકાને ગયા હતા અને ખેડૂત જીવરાજભાઈએ રૂ.1.6પ લાખની રોકડ ભરેલી થેલી બાઈકમાં લટકાવી હતી.

બાદમાં બન્ને પરત બાઈક પાસે આવતા બાઈકમાંથી રૂ.1.6પ લાખની રોકડ ભરેલી થેલીની તફડંચી થઈ ગયાની જાણ થતા જીવરાજભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને રોકડ ભરેલી થેલી તફડાવનાર શખસ કેદ

થયેલો જોવા મળતા શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન પોલીસે ગુરુકૃપા સિમેન્ટ પ્રોડક્ટ નામની દુકાનમાં ટ્રેક્ટરચાલક તરીકે કામ કરતા લાલજી ઉર્ફે લાલો પુરુસોત્તમ તલસાણિયાને ઝડપી લઈ રૂ.1.6પ લાખની રકમ કબજે કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક