• મંગળવાર, 21 મે, 2024

T-20 વર્લ્ડ કપની પસંદગી પૂર્વે કે એલ રાહુલની અગ્નિપરીક્ષા આજે LSG અને MI વચ્ચે પ્લેઓફની આશા જીવંત રાખવાનો જંગ

લખનઉ, તા.29 : ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની પસંદગી પહેલા કે એલ રાહુલ પાસે બીજા વિકેટકીપરના રૂપમાં દાવો મજબૂત કરવાનો વધુ એક મોકો હશે. તેના સુકાનીપદ હેઠળની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ આઇપીએલના મંગળવારના મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. ટી-20 ક્રિકેટમાં રાહુલનો સ્ટ્રાઇક રેટ ચિંતાનો વિષય છે. પાવર પ્લેમાં દરમિયાન પણ તે ધીમી શરૂઆત કરી રહ્યો છે. જો કે તેણે આ સીઝનમાં તેમાં સુધારો કર્યોં છે અને 144.27ની સ્ટ્રાઇક રેટથી 378 રન બનાવી ચૂક્યો છે. વિકેટકીપરના દાવેદાર અન્ય બે ખેલાડીમાં ઋષભ પંતની સ્ટ્રાઇક રેટ 160.60 અને સંજુ સેમસનની 161.08 રહી છે. પંતની જગ્યા ટી-20માં નિશ્ચિત માનવામાં આવી રહી છે, કારણ કે તેણે બેટથી અને ગ્લોવ્ઝથી શાનદાર દેખાવ કર્યો છે. સંજુ સેમસન પર નિર્ણાયક અને આક્રમક ઇનિંગો રમીને તેનો દાવો મજબૂત કરી રહ્યો છે. એવામાં આવતીકાલના મેચમાં કેએલ રાહુલનો દેખાવ મહત્ત્વનો બની રહેશે. આ મેચમાં અન્ય એક યુવા વિકેટકીપર ઇશાન કિશનના દેખાવ પર પણ પસંદગીકારોની નજર રહેશે. જો કે તે રેસમાંથી લગભગ બહાર નીકળી ગયો છે.

આવતીકાલનો મેચ લખનઉ અને મુંબઈ માટે ઘણો મહત્ત્વનો છે. એલએસજી હાલ પોઇન્ટ ટેબલ પર પાંચમા ક્રમે છે. તેની નજર મુંબઈ સામે જીત મેળવી ટોચની ચાર ટીમમાં સામેલ થવા પર હશે. તેના ખાતામાં 9 મેચમાં પ જીતથી 10 અંક છે. આ સામે મુંબઈ ઇન્ડિયન્સની હાલત ખરાબ છે. તે નવમા ક્રમે છે અને 9 મેચમાં ફક્ત 3 જીતથી 6 અંક ધરાવે છે. તેનો નેટ રનરેટ પણ માઇનસમાં ચાલી રહ્યો છે. લખનઉ ટીમને તેના પાછલા મેચમાં રાજસ્થાન રોયલ્સે 7 વિકેટે હાર આપી હતી જ્યારે મુંબઈને તેના પાછલા મેચમાં દિલ્હીના બેટધરોએ ધોલાઈ કરીને હાર આપી હતી. જસપ્રિત બુમરાહ સિવાયના મુંબઈના બોલરો મોંઘા અને નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. હાર્દિક પંડયા કેપ્ટનશીપના દબાણમાં રમી રહ્યો છે. રોહિત અને સૂર્ય ટૂકડા ટૂકડામાં શાનદાર ઇનિંગ રમી રહ્યા છે. ટીમનો એકસંપ દેખાવ હજુ જોવા મળ્યો નથી. લખનઉ માટે કપ્તાન રાહુલ, ડિ’કોક, સ્ટોઇનિસ અને પૂરનની ઇનિંગ મહત્ત્વની બની રહેશે. તેમણે આક્રમક અંદાજમાં બેટિંગ કરવી પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024