• બુધવાર, 22 મે, 2024

લોકસભા ચૂંટણી : આજથી ઉમેદવારી પત્રક ભરાશે

અમદાવાદ, તા. 11: લોકસભાની ચૂંટણીને લઈ આવતીકાલે એટલે કે 12 એપ્રિલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે. નોંધનીય છે કે, ગુજરાતની 26 બેઠક માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. આ સાથે 7 મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે. નોંધનીય છે કે, ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે. 

રાજ્યમાં આવતીકાલે બહાર ચૂંટણી જાહેરનામું પડશે. ચૂંટણી જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે. મહત્ત્વનું છે કે, ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે. નોંધનીય છે કે, ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે જ્યારે ચૂંટણીનાં પરિણામો 4 જૂને જાહેર થશે. આ સાથે જ ગુજરાતની 26 લોકસભા સીટ અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરૂઆત થશે અને અંતિમ 7મા તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે જ્યારે ગુજરાતની 26 બેઠક માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 7 મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે.

લોકસભાની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. 5 વિધાનસભા બેઠકની વાત કરીએ તો તેમાં વિજાપુર (કોંગ્રેસ), ખંભાત (કોંગ્રેસ), વાઘોડિયા (અપક્ષ), પોરબંદર (કોંગ્રેસ), માણાવદર (કોંગ્રેસ)ના ફાળે ગઈ હતી.

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે. ગાંધીનગરમાં ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડે તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જાહેરનામું બહાર પડતાં જ સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય થશે. દરેક બેઠક દીઠ 4 સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે. જોકે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તથા એક્સ્પેન્ડિચર મોનિટરિંગ સેલ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠક તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મેના દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીના દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

લોકસભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સામાન્ય વહીવટી વિભાગે 7 મે એટલે કે મતદાનના દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક