• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

રાહુલ થોડું વાંચે : એપસ્ટીન ફાઈલ્સ મુદ્દે પુરીનો પલટવાર

એપસ્ટીન સાથે ત્રણ-ચાર મુલાકાત થઈ પણ પ્રતિનિધિમંડળનાં ભાગરૂપે : કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હી, તા.11: દુનિયાભરમાં ખળભળાટ મચાવતી એપસ્ટીન ફાઈલ્સમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નામ આવ્યા બાદ રાહુલ ગાંધી તરફથી કરવામાં આવેલા પ્રહારો સામે જવાબી હુમલો બોલવતાં કહ્યું હતું કે, રાહુલે સંસદમાં તેમનાં નામનો નિરાધાર ઉલ્લેખ કર્યો હતો અને તેમને આવી જૂની આદત છે. તેમણે આગળ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ વિવાદિત અમેરિકન ફાઈનાન્સરને માત્ર થોડા પ્રસંગોએ અને પ્રતિનિધિમંડળના ભાગરૂપે મળ્યા હતા.  પુરીએ કહ્યું કે જેફરી એપસ્ટીન સાથે તેમની વાતચીતને તેમની સામેના આરોપો સાથે કોઈ લેવાદેવા નથી. આ ઉપરાંત તેમણે રાહુલને કહ્યું હતું કે, તમારે થોડું વાંચવાની જરૂર છે.

રાહુલ ગાંધીના આરોપોના જવાબમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું, હું તમને યાદ અપાવવા માગું છું કે આજે સંસદના સત્ર દરમિયાન એપસ્ટીન ફાઇલો સાથે સંબંધિત કેટલાક અન્ય ઘટનાક્રમોના સંદર્ભમાં મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હું માત્ર કેટલીક માહિતી શેર કરવા માંગુ છું. હું સ્પષ્ટ કરવા માગું છું કે આ તમામ હકીકતો જાહેર છે. મે 2009થી જ્યારે મેં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી 2017 માં હું મંત્રી બન્યો ત્યાં સુધીના સમયગાળાને આવરી લેતા 30 લાખ ઇમેઇલ્સ બહાર પાડવામાં આવ્યા છે.  આ સમયગાળા દરમિયાન માત્ર ત્રણ કે ચાર બેઠકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મારી વાતચીત સંપૂર્ણપણે વ્યાવસાયિક હતી.

નવેમ્બર 2014માં, હું એક સામાન્ય નાગરિક હતો.  કોઈએ કહ્યું કે તેઓ ભારત જોવા માગે છે, અમે અમેરિકાના પશ્ચિમ કિનારે લિંક્ડઇનના સ્થાપક રીડ હોફમેન સાથે મુલાકાત કરી હતી.  મેં મારા ઈમેઈલની શરૂઆત એમ કહીને કરી હતી કે મને હવે પહેલાં કરતાં વધુ ખાતરી થઈ ગઈ છે કે આજે ભારત એક મોટી તક રજૂ કરે છે અને રીડ હોફમેને ભારતમાં આવવું જોઈએ 

ઇ-પેપરના નવા શુલ્ક