• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

ભારત -પાક. ઘર્ષણમાં 10 વિમાન તોડી પડાયાનો ટ્રમ્પનો નવો દાવો

વાશિંગ્ટન, તા.11 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ગયા મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બન્ને દેશો પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હતા. તેમણે ટેરિફની ધમકીનો ઉપયોગ કરીને સંભવિત પરમાણુ યુદ્ધ ટાળ્યું હતું. 

તેમણે એક નવો દાવો કર્યો છે કે બન્ને દેશ વચ્ચેના યુદ્ધમાં 10 વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે તેમણે તેમના બીજા કાર્યકાળ દરમિયાન આઠ યુદ્ધો રોક્યા હતા, જેમાંથી ઓછામાં ઓછા 6 ટેરિફના વ્યૂહાત્મક ઉપયોગ દ્વારા ઉકેલાયા હતા.

ટ્રમ્પે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી મુકાબલાનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે બન્ને પડોશીઓ એક મોટા સંઘર્ષની આરે હતા જે પરમાણુ યુદ્ધમાં પરિણમી શકે છે.

ટ્રમ્પે કહ્યું કે, મારા મતે, તે પરમાણુ યુદ્ધ હોત. તેઓ ખરેખર તેના માટે તૈયાર હતા. દસ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાને મને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓછામાં ઓછા 1 કરોડ લોકોના જીવ બચાવ્યા હતા. 

ટ્રમ્પે કહ્યું કે ટેરિફ વિના આ શક્ય ન હોત. આ પહેલી વાર છે જ્યારે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તોડી પાડવામાં આવેલા વિમાનોની સંખ્યા વધારીને 10 કરી છે. ટ્રમ્પે શરૂઆતમાં કહ્યું હતું કે પાંચ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ પછીથી તેને વધારીને સાત અને પછી આઠ કરી દીધી. તેમણે ક્યારેય આ વાતને સમર્થન આપવા માટે કોઈ તથ્યો કે પુરાવા આપ્યા નથી.

ઇં-1ઇ વિઝા બંધ કરવાની તૈયારીમાં અમેરિકા, સંસદમાં રજૂ કર્યું બિલ

વોશિંગ્ટન, તા.11: અમેરિકાના એક સાંસદે ઇં-1ઇ વિઝા કાર્યક્રમને ખતમ કરવા માટે એક બિલ રજૂ કર્યું છે. તેમનો દાવો છે કે, કંપનીઓએ વારંવાર આ સિસ્ટમનો દુરુપયોગ કર્યો છે અને યુએસમાં સસ્તા વિદેશી મજૂરોની આયાત કરી છે. ફ્લોરિડાના રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટયૂબે ઊડઈંકઊ એક્ટ રજૂ કર્યો હતો, જે ઇં-1ઇ વિઝા કાર્યક્રમને નાબૂદ કરવા માટે ઇમિગ્રેશન અને નાગરીકતા કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકે છે. ગ્રેગ સ્ટયૂબે એક નિવેદનમાં કહ્યું હતું કે, “અમેરિકન નાગરીકોની સુખાકારી અને સમૃદ્ધિ કરતા વિદેશી કામદારોને પ્રાથમિકતા આપવી આપણાં મૂલ્યો અને રાષ્ટ્રીય હિતોને નબળી પાડે છે.’’ અમેરિકી સાંસદે કહ્યું હતું કે, “આપણા કામદારો અને યુવાનો ઇં-1ઇ વિઝા દ્વારા વધુને વધુ વિસ્થાપિત અને હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે, એટલા માટે હું મહેનતુ અમેરિકનોને ફરીથી પ્રાથમિકતા આપવા માટે ‘ઊડઈંકઊ અભાિં’ રજૂ કરી રહ્યો છું.’’

 

ઇ-પેપરના નવા શુલ્ક