રાષ્ટ્રગીત
માટે નવા નિયમ જાહેર : વંદે માતરમ્નાં વાદન અને ગાયન વખતે ઉભા રહેવું ફરજિયાત
નવીદિલ્હી,
તા.11: ‘વંદે માતરમ્’નાં ગાયન મુદ્દે દેશમાં વારંવાર વિવાદો થતાં રહે છે ત્યારે સરકારે હવે તેના માટે નવા નિયમો જાહેર કરીને રાષ્ટ્રગાન
‘જન ગણ મન’ પહેલા વંદે 3.10 મિનિટ સુધી છ છંદવાળું ‘વંદે માતરમ્’નું ગાયન ફરજિયાત કર્યું
છે. આ છ છંદમાં 1937માં કોંગ્રેસે હટાવેલાં 4 છંદ પણ સામેલ છે. આ ગીતનાં વાદન વખતે
પણ તમામ લોકો માટે ઉભા રહેવું અનિવાર્ય રહેશે. નવા મુજબ નિયમોમાં એ પણ જણાવાયું છે
કે જો રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત બન્નેનું ગાયન થવાનું હોય તો પહેલા ‘વંદે માતરમ્’
ગવાશે.
‘વંદે
માતરમ્’ને સત્તાવાર કાર્યક્રમોમાં ગાવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેમાં ધ્વજારોહણ,
કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિનાં આગમન પહેલાં અને વિદાય પછી તેમજ રાજ્યપાલનાં આગમન પહેલાં
અને વિદાય પછીનો સમાવેશ થાય છે. પદ્મ પુરસ્કાર જેવા સમારોહોમાં પણ ‘વંદે માતરમ્’ ગાવું
આવશ્યક રહેશે. ઉપરાંત, સરકારે આવા કાર્યક્રમોની યાદી પણ જાહેર કરી છે.
ગૃહ
મંત્રાલયે શૈક્ષણિક સંસ્થાઓને પણ દરરોજ શાળાની પ્રાર્થના અથવા જરૂરી શૈક્ષણિક કાર્યક્રમોમાં
‘વંદે માતરમ્’ને પ્રોત્સાહન આપવા કહ્યું છે. આ પગલાનો હેતુ વિદ્યાર્થીઓ અને સામાન્ય
લોકોમાં રાષ્ટ્રીય પ્રતહકો પ્રત્યે જાગૃતિ અને સન્માન વધારવાનો છે. આ નવા નિયમોમાં
સિનેમા હોલને બાકાત રાખવામાં આવ્યા છે. એટલે કે ફિલ્મ શરૂ થવા પહેલાં સિનેમા હોલમાં
‘વંદે માતરમ્’ વગાડવું અથવા ઉભા રહેવું ફરજિયાત નહીં હોય.
વંદે
માતરમ્નો ભાવાર્થ
મૂળ
ગીત છ પદનું છે. તેમાં બે પદ સંસ્કૃતમાં છે અને બાકી ચાર પદ બંગાળી ભાષામાં છે, જેમાં
સંસ્કૃત શબ્દોનું પણ મિશ્રણ છે
હ પ્રથમ પદ: ‘વંદે માતરમ્, સુજલાં સુફલાં મલયજશીતલામ્,
શસ્યશ્યામલાં માતરમ્, વંદે માતરમ્’
ભાવાર્થ
: હું માતા ભારતને વંદન કરું છું, જે જળથી સમૃદ્ધ છે, ફળ-ફૂલોથી ભરપૂર છે, જેને ઠંડી
અને તાજા પવન સ્પર્શે છે અને જેનાં ખેતરો હરિયાળાં છે.
હ બીજું પદ: ‘શુભ્રજ્યોત્સ્ના પુલકિત યામિનીમ્,
ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીમ્, સુહાસિનીં સુમધુર ભાષિણીમ્, સુખદામ્ વરદામ્ માતરમ્,
વંદે માતરમ્’ (જુઓ પાનું 10)
ભાવાર્થ: હું તે માતા ભારતને વંદન કરું છું, જે ચાંદની રાત્રિ
જેવી ઝગમગતી છે, ફૂલોથી સજ્જ વૃક્ષોથી શોભાયમાન છે, મીઠી સ્મિત અને મધુર ભાષાવાળી છે
અને સુખ તથા આશીર્વાદ આપનારી છે.
હ ત્રીજું પદ: કોટિ-કોટિ કણ્ઠ કલકલ નિનાદ કરાલે,
કોટિ-કોટિ ભુજોધૃત ખરકરવાલે, કે બોલે માં તુમિ અબલે, બહુબલધારિણી નમામિ તારિણીમ્, રિપુદલવારિણી
માતરમ્ । વંદે માતરમ્
ભાવાર્થ:
કરોડો કંઠથી તારો જયઘોષ ગુંજી રહ્યો છે. તારા હાથોમાં અનેક શસ્ત્રો છે, છતાં કોણ કહે
છે કે તું નિર્બળ છે ? હે શૂરવીર માતૃભૂમિ, અમે તારી શક્તિ અને સાહસને નમન કરીએ છીએ,
જે શત્રુઓનો નાશ કરનારી છે.
હ ચોથું પદ : તુમિ વિદ્યા તુમિ ધર્મ, તુમિ
હૃદિ તુમિ મર્મ, ત્વમહિ પ્રાણ શરીર, બાહુતે તુમિ માં શક્તિ, હૃદયે તુમિ માં ભક્તિ,
તોમારૈ પ્રતિમા ગઢિ મંદિરે-મંદિરે, વંદે માતરમ્
ભાવાર્થ:
તું જ જ્ઞાન છે, તું જ ધર્મ છે, તું જ હૃદય અને આત્માનો સાર છે. આપણા પ્રાણ અને શરીરમાં
તું જ છે. હે માતા, તું જ શક્તિ અને ભક્તિ છે. અમે મંદિરોમાં તારી પ્રતિમાઓ સ્થાપિત
કરીએ છીએ.
હ પાંચમું પદ: ત્વમહિ દુર્ગા દશપ્રહરણધારિણી, કમલા કમલદલવિહારિણી,
વાણી વિદ્યાદાયિણી, નમામિ ત્વામ્, નમામિ કમલામ્, અમલામ્ અતુલામ્, સુજલાં સુફલાં માતરમ્,
વંદે માતરમ્
ભાવાર્થ: તું જ દશ હથિયાર ધારણ કરનારી દુર્ગા છે, તું જ કમળમાં
વિહાર કરનારી લક્ષ્મી છે, તું જ વાણી અને વિદ્યાની દાત્રી છે. હે નિર્મળ અને અતુલ્ય
માતા, હું તને વંદન કરું છું.
હ છઠ્ઠું પદ : શ્યામલામ્ સરલામ્ સુસ્મિતામ્
ભૂમિતામ્, ધરણીમ્ ભરણીમ્ માતરમ્ । વંદે માતરમ્
ભાવાર્થ:
ણહે માતા, તું અમારી આભા, ગૌરવ અને સુખ-સમૃદ્ધિનો સ્રોત છે. એવી માતૃભૂમિને હું વંદન
કરું છું.