• રવિવાર, 28 એપ્રિલ, 2024

ગુજરાતના ગરબા હવે વૈશ્વિક ધરોહર : યુનેસ્કોનું પ્રમાણપત્ર

પેરિસમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના મંત્રી સંઘવી, પાનસેરિયાને મળ્યું પ્રમાણપત્ર 

અમદાવાદ, તા.26 : ગુજરાતના ગરબાએ વધુ એક સિદ્ધિ મેળવી છે. યુનેસ્કોએ 6 ડિસેમ્બર, 2023ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. તારીખ 22 માર્ચના રોજ આ સન્માન યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે પેરિસમાં ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાની આપ્યું છે. આમ, યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે. આજે વિશ્વમાં ગરબાએ પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.

આ વિશે ટ્વિટ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને સાથે જ કહ્યું કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. આદ્યશક્તિના પ્રખર ઉપાસક અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, તેમનાં માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરૂ કરાયેલા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. (જુઓ પાનું 9)

 ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યું એ વડાપ્રધાનના  ‘િવકાસ ભી, વિરાસત ભી’નાં ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક