• શનિવાર, 11 મે, 2024

આજે બેંગલોર સામે ગુજરાતનો પડકાર

ગુજરાત જાયન્ટ્સનાં પ્રદર્શનમાં ઘણા સુધારાની દરકાર : બેંગલોર પોઇન્ટ ટેબલમાં સોથી નીચે

નવી દિલ્હી, તા. 27 : આઇપીએલમાં ગુજરાત જાયન્ટ્સે પ્રદર્શનમાં ઘણો સુધારો કરવાની જરૂર છે અને રવિવારે થનારા આઇપીએલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની આક્રમકતાથી સતર્ક રહેવું પડશે. ગુજરાતની બોલિંગ લાઇનમાં પણ ઘણા સુધારાની દરકાર છે. પૂરા આઇપીએલમાં ગુજરાતની બોલિંગ ખૂબ જ નબળી રહી છે. મોહિત શર્મા, ઉમેશ યાદવ, સંદીપ વારિયરે ઘણા રન લૂંટાવ્યા છે.

સ્પિનર રાશિદ ખાન, આર સાઇ કિશોર અને નૂર અહેમદ શાનદાર પ્રદર્શન કરી શક્યા નથી. જો કે બેંગલોરના મધ્યક્રમમાં રહેલા રજત પાટિદાર અને કેમરૂન ગ્રીને લય મેળવી લીધી છ તો ગુજરાતના સ્પિનરોનું કામ વધારે મુશ્કેલ બની જશે. પાટીદારે સત્રમાં સામાન્ય શરૂઆત બાદ સારી બેટિંગ કરી છે. ખાસ કરીને સ્પિનરો સામે પાટિદાર સારું રમ્યો છે. ગ્રીને પણ હૈદરાબાદ સામે સારી બેટિંગ કરી હતી. જેનાથી બેંગલોરને નિચલા ક્રમમાં કાર્તિક અને મહિપાલ લોમરોર ઉપર નિર્ભરતા ઓછી કરવામાં મદદ મળી છે.

આરસીબીના ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસ લગભગ દરેક મેચમાં શરૂઆતી રન મેળવવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યા છે. ગુજરાતના બેટ્સમેનો પણ બેંગલોર પાસેથી પ્રેરણા લેવા માગશે. સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગીલે આઇપીએલમાં 300થી વધારે રન કર્યા છે. જો કે મધ્યક્રમનું પ્રદર્શન નબળું રહ્યું છે. ડેવિડ મિલર, શાહરૂખ ખાન, વિજય શંકર અને રાહુલ તેવટિયા જેવા ખેલાડીઓએ શરૂઆત સારી કરી છે પણ ઇનિંગને આગળ વધારવામાં અસફળ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજ્યમાં 25 આંગડિયા પેઢી પર CID ક્રાઈમના દરોડા : 15 કરોડની રોકડ : સોનું કબજે 200 કરોડના હવાલા પડયાની શક્યતા May 11, Sat, 2024