• ગુરુવાર, 09 મે, 2024

પ્લેઓફની રેસમાં ટકી રહેવા દિલ્હી-મુંબઇ વચ્ચે મુકાબલો

પંતના શાનદાર ફોર્મ અને પાછલા ચારમાંથી ત્રણ મેચ જીતનાર દિલ્હી સામે મુંબઇની કસોટી 

નવી દિલ્હી, તા.26 : કપ્તાન ઋષભ પંતના શાનદાર બેટિંગ ફોર્મ અને જીતના ક્રમ પર વાપસીથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત દિલ્હી કેપિટલ્સ ટીમ શનિવારના પહેલા મેચમાં સંઘર્ષરત પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય મુંબઈને પોતાના હોમ ગ્રાઉન્ડ પર પરાજીત કરી પ્લેઓફ ભણી આગેકૂચનું હશે. ઋષભ પંતની ટીમે ટૂર્નામેન્ટમાં કેટલાક મેચમાં સંગીન જીત મેળવી છે, તો કેટલાક મેચમાં શરમજનક હાર પણ સહન કરી છે. પાછલા ચારમાંથી ત્રણ મેચ જીતી દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને છે. બીજી તરફ મુંબઇ ટીમ આઠમા ક્રમે છે. તેના ખાતામાં 8 મેચમાં ફક્ત 3 જીત છે અને 6 અંક સાથે પ્લેઓફની રહીસહી આશા જીવંત રાખવા દિલ્હી સામે જીતના પ્રયાસમાં રહેશે.

દિલ્હી માટે સકારાત્મક વાત કપ્તાન ઋષભ પંતનું શાનદાર ફોર્મ છે. જે દર મેચ દર નિખરી રહ્યંy છે. વિકેટ પાછળ પણ તેનું પ્રદર્શન લાજવાબ છે. ગુજરાત સામેના પાછલા મેચમાં તેણે 8 છક્કાથી 82 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. ટી-20 વર્લ્ડ કપના વિકેટકીપરની રેસમાં સંજૂ સેમસન, કેએલ રાહુલ, ઇશાન કિશન અને દિનેશ કાર્તિક વચ્ચે જોરદાર રેસ છે, આમ છતાં પંતનું સ્થાન નિશ્ચિત મનાઇ રહ્યંy છે. દિલ્હીને જેક ફ્રેસર મેકગુર્કના રૂપમાં એક આતશી બેટર મળી ચૂકયો છે. દિલ્હી ટીમને યુવા ઓપનર પૃથ્વી શો પાસેથી સારા દેખાવની આશા રહેશે. દિલ્હીની નબળાઇ તેની બોલિંગ લાઇન અપ છે. કુલદીપ યાદવ સિવાય અન્ય કોઇ બોલર હજુ સુધી છાપ છોડી શક્યો નથી.

જ્યારે મુંબઇ ઇન્ડિયન્સે સીઝનની પહેલી જીત દિલ્હી સામે જ મેળવી હતી. જેનું પુનરાવર્તન કરવા માંગશે, પણ હાર્દિક પંડયાની ટીમની રાહ કઠિન છે. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ટૂકડામાં સારો દેખાવ કર્યો છે જ્યારે કપ્તાન હાર્દિક પંડયા, ઇશાન કિશન અને ટિમ ડેવિડ હજુ સુધી ક્લિક થયા નથી. બોલિંગમાં તેમનો ટ્રમ્પકાર્ડ બુમરાહ છે. જે પ્રતિ ઓવર લગભગ 6 રનથી 13 વિકેટ લઇ ચૂકયો છે. કોએત્ઝીએ 12 વિકેટ લીધી છે, પણ તે ખર્ચાળ સાબિત થઇ રહ્યો છે. આવતીકાલનો મેચ દિલ્હી-મુંબઇ માટે પ્લેઓફની આશા જીવંત રાખવા માટે ઘણો મહત્ત્વનો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024