• ગુરુવાર, 09 મે, 2024

ભાવનગરના બે શખસની 60 કરોડના જીએસટી ફ્રોડમાં ધરપકડ

રિટર્ન ફાઈલ કરવાના નામે મેળવેલો આઈડી પાસવર્ડ રીસેટ કરી અન્યને વેચી દીધા

અમદાવાદ, તા.ર6: સિટી ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે ભાવનગરના ઈસ્માઈલ ખોખર અને સરખેજના રહેવાસી આમિરખાન પઠાણની જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં રૂ.60 કરોડની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી હતી. ગોતાના રહેવાસી રર વર્ષીય દક્ષ પટેલે બુધવારે ડીસીબી (ંક્રાઈમ બ્રાન્ચની તપાસ)ને કરેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેણે સપ્ટેમ્બર ર0ર3માં પઠાણને એકાઉન્ટન્ટ તરીકે રાખ્યો હતો અને તેના માનવ સંસાધન વ્યવસાય માટે રિટર્ન ફાઈલ કરવા માટે તેને તેનું આઈડી અને પાસવર્ડ

આપ્યો હતો.

પઠાણે કથિત રીતે આઈડી અને પાસવર્ડ રીસેટ કરીને તેને પોતાના નંબર સાથે લિંક કર્યો હતો. બાદમાં તેણે આઈડી ભાવનગરના ઈસ્માઈલ ખોખરને વેચી દીધી હતી, જે અગાઉ અન્ય જીએસટી ફ્રોડ કેસમાં પકડાયો હતા. દક્ષ પટેલના આઈડીનો ઉપયોગ કરીને ઈસ્માઈલ ખોખર અને તેના સાથીઓએ બોગસ બિલિંગ અને કરચોરી આચરી હતી. તેના પર કાર્યવાહી કરતાં રાજ્યના જીએઁસટી વિભાગે નવેમ્બર ર0ર3માં પટેલને 60 કરોડ રૂપિયાનો દંડ ભરવાની નોટિસ મોકલી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક