• શનિવાર, 11 મે, 2024

જામનગરમાં સેનીટરી ઈન્સપેક્ટર ઉપર સફાઈ કામદારે હુમલો કરતા ગંભીર ઈજા

જામનગર, તા.27: જામનગર મહાપાલિકાના વોર્ડ નં.16માં એસએસઆઈ તરીકે ફરજ બજાવતા ચિરાગ સોલંકી નામના જામ્યુકોના કર્મચારી સવારે પોતાના વોર્ડ નં.16માં ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન એક સફાઈ કામદારે સફાઈના પ્રશ્ને ઝઘડો કર્યો હતો અને લાકડાના ધોકા સહિતના વડે કપાળના ભાગે તેમજ હાથમાં હુમલો કરી ઈજા પહોંચાડી હતી. સેનીટરી ઈન્સપેક્ટરને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. જામ્યુકોના અધિકારી-કર્મચારીઓ પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને સફાઈ કામદાર વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ લાલપુરના ઝાખર ગામે રહેતા અને ખેતીકામ કરતા મયુર મનસુખભાઈ ગુઢડીયા નામના 22 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે અને પોતાનો હાથ ભાંગી નાખવા અંગે પાડોશમાં જ રહેતા પોતાના પિતરાઈ ભાઈ વિપુલ રસિકભાઈ ગુઢડીયા સામે ફરિયાદ નોંધાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક