• શનિવાર, 11 મે, 2024

દ્વારકા આવતા જહાજ પર હુતીનો મિસાઇલ હુમલો

પનામાના ઝંડાવાળું ટેન્કર રશિયાથી વાડીનાર આવી રહ્યું હતું : લાલ સાગરમાં નિશાન બનાવાયું, અમેરિકી ડ્રોન પણ ઝપટે

 

નવી દિલ્હી, તા.ર7 : ગુજરાતના દેવ ભૂમિ દ્વારકા જિલ્લા સ્થિત વાડિનાર આવી રહેલા એક વ્યવસાયિક જહાજ પર હુતી વિદ્રોહીઓએ મિસાઇલથી હુમલો કર્યો છે. હુતીઓએ આ હુમલાની જાહેરાત સાથે એલાન કર્યું હતું કે, પેલેસ્ટાઇનનાં સમર્થનમાં તેમના આવા હુમલા ચાલુ રહેશે.

લાલ સાગરમાં હુતી આતંકીઓએ નિશાન બનાવેલું ટેન્કર ભારત તરફ આવી રહ્યંy હતું અને બ્રિટિશ એજન્સીના અહેવાલ મુજબ કિનારાના શહેર વાડિનાર જવાનું હતું. આ જહાજ પર મિસાઇલ દાગવામાં આવી છે. જહાજને કેટલું નુકસાન થયું ? તેમાં સવાર ક્રૂ સહિત વધુ વિગત સામે આવી નથી. આ પહેલા શુક્રવારે હુતીઓએ યમનના સાદા પ્રાંતમાં એક અમેરિકી એમક્યૂ-9 ડ્રોનને નિશાન બનાવ્યું હતુ. યમન સમર્થિત હુતી વિદ્રોહીઓ લાંબા સમયથી માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા છે જેની સામે ભારત, અમેરિકા, બ્રિટન સહિત દેશોએ દરિયાઈ રૂટ પર સુરક્ષા વધારી છે.

શનિવારે હુતી વિદ્રોહીઓએ જાહેર કર્યું કે તેમણે લાલ સાગરમાં એન્ડ્રોમેડા સ્ટાર નામના ઓઇલ ટેન્કર પર મિસાઇલથી હુમલો કર્યો છે. જહાજ પર પનામાનો ઝંડો લાગેલો હતો અને તે બ્રિટિશ માલિકનું હોવાનું કહેવાય છે. સમુદ્રી સુરક્ષા બ્રિટિશ એજન્સી એમ્બ્રેએ જણાવ્યું કે જહાજના માલિકે પોતાનાં જહાજને આ હુમલામાં નુકસાન થયાની જાણ કરી છે. આ ટેન્કર કથિત રૂપે રશિયા સાથે જોડાયેલા ક્રૂડ વેપારમાં કાર્યરત છે. એમ્બ્રે અનુસાર તે પ્રિમોર્સ્ક, રશિયાથી વાડિનાર જઈ રહ્યંy હતું.

અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારે સાંજે 5.49 કલાકે બની હતી. આ જહાજ બ્રિટનનું હતું અને તે એન્ટિગુઆ અને બાર્બાડોસનો ધ્વજ લહેરાતો હતો. હુમલો કરવા છતાં તે પોતાના માર્ગ પર આગળ વધી રહ્યું છે. 

ભારત આવી રહેલા જહાજ પર બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હુતીઓએ અનેક મિસાઈલો ઝીંકી હતી. જો કે, પહેલા હુમલામાં ઝીંકવામાં આવેલી મિસાઈલ જહાજ પર પડી ન હતી, પરંતુ તે દરિયામાં પડી હતી. બીજા હુમલામાં જહાજને નુકસાન થયું હતું.

ઇઝરાયલે પેલેસ્ટાઇન પર હુમલો કર્યા બાદથી ઈરાન-યમન સમર્થિત હુતી વિદ્રોહીઓ લાલ સાગર, બાબ અલ-મંદબ જલડમરુ મધ્ય અને એડનની ખાડીમાં વ્યાપારિક જહાજોને વારંવાર નિશાન બનાવી રહ્યા છે. હુતીના ભયને પગલે અનેક દેશોએ પોતાના જહાજ દક્ષિણ આફ્રિકાના રૂટ પર વાળ્યા છે જે ઘણો લાંબો અને

ખર્ચાળ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજ્યમાં 25 આંગડિયા પેઢી પર CID ક્રાઈમના દરોડા : 15 કરોડની રોકડ : સોનું કબજે 200 કરોડના હવાલા પડયાની શક્યતા May 11, Sat, 2024