• રવિવાર, 12 મે, 2024

ભાજપનાં પાખંડની સીમા નથી : કોંગ્રેસ

જયરામના પ્રહાર : ટુજી સ્પેક્ટ્રમને યુપીએ વખતે કૌભાંડ કહ્યું : હવે લિલામી વિના ફાળવવા માગે છે

નવી દિલ્હી, તા. 27 : કોંગ્રેસે ટુજી સ્પેકટ્રમ પર ફેંસલામાં બદલાવની સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારની માંગને પાખંડ લેખાવી હતી. ચૂંટણીના જંગ વચ્ચે કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના પાખંડની કોઇ સીમા જ નથી.

એક તરફ ભાજપે યુપીએ સરકારમાં થયેલી ટુજી સ્પેકટ્રમની સરકારી ફાળવણીને કૌભાંડ કહી હતી, તો બીજી તરફ, હવે નરેન્દ્ર મોદી સરકાર લિલામી વિના સ્પેકટ્રમ આપવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી અનુમતિ માગી રહી છે.

કોંગ્રેસે મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે, મોદી સરકાર અને ભ્રષ્ટ જનતા પાર્ટીનાં પાખંડની કોઇ સીમા નથી. મોદી સરકાર પહેલાંથી જ જાહેર સંપત્તિઓ વડાપ્રધાનના મૂડીપતિ મિત્રોને સોંપતી જઇ રહી છે, તેવો આરોપ તેમણે મૂકયો હતો.

જયરામે કહ્યું હતું કે, એરપોર્ટ એક કંપનીને સોંપી દેવાયાં છે. કોલસા ખાણોની લિલામી છેતરપિંડીપૂર્વક કરાઇ છે. એટલું જ નહીં, પરંતુ સેટેલાઇટ સ્પેકટ્રમ ચૂંટણી બોન્ડના 150 કરોડ રૂપિયાના બદલામાં સોંપી દેવાયા છે, તેવો આરોપ પણ કોંગ્રેસ મહામંત્રીએ મૂકયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક