• શનિવાર, 11 મે, 2024

વડોદરામાં 45 કિલો ગૌમાંસ સાથે તાંદલજાનો શખસ ઝબ્બે

સેમ્પલ મેળવી એફએસએલમાં મોકલાયા

વડોદરા, તા.27 (ફૂલછાબ ન્યૂઝ): વડોદરાના તાંદલજા વિસ્તારમાં એસઓજીની ટીમે રેડ કરીને 45 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થા સાથે એક શખસને ઝડપી માંસના જથ્થાના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપ્યા છે.

તાજેતરમાં વડોદરા સંવેદનશીલ વિસ્તાર ગણાતા છીપવામાંથી 326 કિલો ગૌમાંસના જથ્થા સાથે વેચાણ કરનાર તથા અને સપ્લાય કરનારને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવ્યા હતા ત્યારે વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, તાંદલજા રોડ પર આવેલા જીઈબી સબ સ્ટેશનની સામે રોડની બાજુમાં ફૂટપાથ ઉપર ઈદ્રીશભાઈ ઇસ્માઈલભાઈ કુરેશી ગૌવંશ માંસનું વેચાણ કરે છે.

 જેના આધારે બે પંચને સાથે રાખી રેડ કરતા ગૌવંશ માંસ આશરે 45 કિલો તથા વજનકાંટો, વજનિયા, લાકડાનો ટબ્બો, ધાતુનો છરો વગેરે સાધન સામગ્રી મળી આવતા ઈદ્રીશભાઈ કુરેશી (રહે.કાળી તલાવડી, મદીના મસ્જિદની સામે, એકતાનગર, તાંદલજા, વડોદરા)ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક