• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

કઠુઆમાં ઈઈંજનાં કેમ્પમાં સહકર્મીઓ ઉપર જવાનનો ગોળીબાર ઃ 4નાં મૃત્યુ

નવી દિલ્હી, તા.29ઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલા બસોહલીના સીઆઈએસએફ કેમ્પમાં એક જવાને પોતાના સાથી જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર જવાનોના મૃત્યુ થતાં કમકમાટી છૂટી ગઈ છે. ઘટનાનું કારણ અને તેની પાછળની પરિસ્થિતિ અંગે હજુ સુધી માહિતી મળી નથી. સીઆઈએસએફ હેડક્વાર્ટરે કોર્ટ અૉફ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે અને સીઆઈએસએફના ડીજી સમગ્ર તપાસની દેખરેખ રાખી રહ્યા છે.

આ ઘટના સાંજે 7 વાગીને 10 મિનિટે બની હતી. શરૂઆતમાં આ ઘટનાને આંતરિક ગોળીબાર તરીકે જોવામાં આવી રહી હતી. જોકે, ગોળીબારનું કારણ અને ઘટના પાછળની પરિસ્થિતિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. કઠુઆ જિલ્લા પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃતકોમાં સીઆઈએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રેન્કના અધિકારીનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર હિમાચલ પ્રદેશની સરહદ નજીક આવેલો છે. તેની સરહદ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લા સાથે જોડાયેલી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક