• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ચરખડી પાસે અકસ્માતમાં RMCના કર્મચારીનું મૃત્યુ

કારની ટક્કરે એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘવાયા; સારવાર દરમિયાન દમ તોડયો

ગોંડલ, તા.29: ગોંડલ તાલુકાના ચરખડી ગામ નજીક જયસન કારખાના પાસે કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્મતમાં ચરખડી ગામે રહેતા ભીખુભા પથુભા ભટ્ટી (ઉં.વ.58) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, ગત સાંજે આશરે 7:30 વાગ્યે ભીખુભા પોતાની વાડીથી એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ચરખડી તરફથી આવતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો.

અકસ્મતમાં ગંભીર ઇજાઓ થતાં ભીખુભાને 108 એમ્બ્યુલન્સ મારફતે વાડોદરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે કૃષ્ણા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. માહિતી મુજબ કારચાલક ચરખડી ગામે મેડિકલ સ્ટોર ચલાવે છે અને ગોંડલ ખાતે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. મૃતક ભીખુભા રાજકોટ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ હેઠળ ભાદર સિંચાઈમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા. નિવૃત્તિને હજુ આશરે બે વર્ષ બાકી હતા. તેમને બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક