ભાવનગર, તા.28: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રાલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી બે શખસને ગેરકાયદે હથિયારો સાથે ઝડપી પાડયા હતા. દિહોર જવાના રસ્તે લાકડિયા માર્ગ પર તપાસ દરમિયાન બન્ને શખસની તલાશી લેતાં તેમની પાસેથી બે દેશી તમંચા મળી આવ્યા હતા.
પોલીસે
દિલીપ ઉર્ફે સુખો બાલાભાઈ મકવાણા (ઉં.વ.39, રહે. દિહોર) અને દીપક ઉર્ફે દીપભાઈ ભૂપતભાઈ
લાધવા (ઉં.વ.34, રહે. પીથલપુર, તા.તળાજા)ને ઝડપી લીધા હતા. બન્ને પાસેથી લોખંડની ધાતુના
સિંગલ બેરલવાળા બે દેશી તમંચા કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસ
તપાસમાં દિલીપ ઉર્ફે સુખા સામે અગાઉ વિવિધ પોલીસ મથકોમાં આર્મ્સ એક્ટ, જી.પી. એક્ટ
તથા હત્યાના પ્રયાસ સહિત કુલ આઠ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.એલ.સી.બી.એ
બન્ને શખસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે તેમને તળાજા પોલીસને સોંપ્યા
હતા. કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમે કરી હતી.