• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

નીરુના અચૂક નિશાન અને રિલે ગર્લ્સની તેજ રફતારથી ભારતના ખાતે ડબલ ગોલ્ડ

શોટગન શૂટર નીરુ ઢાંડા, મહિલા રિલે ટીમ અને લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંઘના ઐતિહાસિક પ્રદર્શન, વધુ 8 મેડલ સાથે જીતેલા કુલ પદકની સંખ્યા 53 થઈ

નવી દિલ્હી, તા.29: એશિયન ગેમ્સના મંચ પર ભારતીય રમતવીરોએ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કરી દીધું છે. શોટગન શૂટર નીરુ ઢાંડા, મહિલા રિલે ટીમ અને લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંઘના ઐતિહાસિક પ્રદર્શનના દમ પર ભારતે કીર્તિમાનો રચ્યા છે. આજે ભારતને બે ગોલ્ડ સહિત 8 મેડલ મળ્યા છે. જેની સાથે જ જીતેલા કુલ પદકની સંખ્યા 53 થઈ ગઈ છે.

  ભારતીય શોટગન શૂટર નીરુ ઢાંડાએ મહિલાઓની વ્યક્તિગત ટ્રેપ ઇવેન્ટમાં સચોટ નિશાનો સાધીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ સાથે તે એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ ઇવેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારી સર્વપ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. ટ્રેપ ઇવેન્ટ દેશના મહાન શૂટર રણધીર સિંઘે 1978માં ગોલ્ડ જીત્યા બાદ દેશને મળેલો આ સર્વપ્રથમ સુવર્ણ ચંદ્રક છે. નીરુનો ચમત્કાર આટલેથી જ અટક્યો નહોતો; તેણે આ જ દિવસે ટીમ ટ્રેપ ઇવેન્ટમાં મનીષા કીર અને આશિમા અહલાવત સાથે મળીને દેશ માટે સિલ્વર મેડલ પણ હાંસલ કર્યો હતો. આમ, એક જ દિવસમાં ગોલ્ડ અને સિલ્વર જીતીને તે છવાઈ ગઈ હતી.

મહિલા રિલે ટીમે 4  # 400 મીટર રિલે રેસમાં ભારત માટે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. કિરણ પહલ, એમ.આર. પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની પ્રતિભાશાળી ચોકડીએ 3:29.69 સેકન્ડનો પ્રભાવશાળી સમય નોંધીને વિરોધી ટીમોને પાછળ છોડી દીધી હતી.

ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતના લોંગ-ડિસ્ટન્સ રનર ગુલવીર સિંઘે મેન્સ 5000 મીટર દોડમાં સખત સંઘર્ષ બાદ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ બ્રોન્ઝ મેડલની સાથે જ ગુલવીરે એક જ એશિયન ગેમ્સમાં કુલ 3 મેડલ જીતવાનો અસાધારણ કીર્તિમાન સ્થાપ્યો છે. બીજી તરફ હેવીવેઇટ બોક્સર નરેન્દર બરવાલ સેમિફાઇનલ મુકાબલામાં પરાજિત થતાં તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

મહિલા ટીમના સુવર્ણ વિજય બાદ મેન્સ 4ડ્ઢ#400 મીટર રિલેમાં પણ ભારત પાસેથી ગોલ્ડની અપેક્ષા સેવાઈ રહી હતી. જોકે, બ્રોન્ઝ મેડલ જીતી શક્યા હતા. આ રેસમાં જાપાને ગોલ્ડ મેડલ અને કતારે સિલ્વર મેડલ જીત્યો હતો.

બીજી તરફ ટ્રેક પર રોમાંચની પરાકાષ્ઠા સમાન રહેલી 4#100 મીટર મિક્સ્ડ રિલે ઇવેન્ટમાં ભારતીય ટીમે 41.06 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક