ગ્રાહકની ફરિયાદ વગર પણ તમામ ટેલિકોમ સંસાધનોને એક વર્ષ માટે ડિસ્કનેકટ કરવાની તમામ ટેલિકોમ કંપનીઓમાં બ્લેકલિસ્ટ કરવાની જોગવાઇ
નવી દિલ્હી, તા.29 ઃ લોન, ક્રેડિટ કાર્ડ, વીમા અને અન્ય પ્રમોશનલ ઓફર્સના અનિચ્છનીય કોલથી પરેશાન મોબાઇલ વપરાશકર્તાઓ માટે મહત્ત્વના સમાચાર છે. ઝછઅઈં એ સ્પામ અને અનિચ્છનીય વ્યાવસાયિક સંદેશાવ્યવહાર સામે કાર્યવાહી વધુ કડક બનાવવા માટે ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશનના ત્રીજા સુધારા, 2026 જાહેર
કર્યા છે. આ સુધારા 18 સપ્ટેમ્બર
2026ના રોજ જાહેર થયા છે. નવા માળખામાં ટેલિકોમ કંપનીઓને ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા દ્વારા અનિચ્છનીય કોમર્શિયલ કમ્યુનિકેશન એટલે કે ઞઈઈ સામે વધુ સક્રિય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ઝછઅઈં એ આ માટે ટેક્નોલોજી આધારિત અમલવારી અને ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવશે.
ઝછઅઈંના નિયમો અનુસાર કોઈ સ્પામર અથવા અનરજિસ્ટર્ડ સેન્ટર સામે કાર્યવાહી માટે છેલ્લા 10 દિવસ
દરમિયાન 5 કે તેથી વધુ અલગ ગ્રાહકોની ફરિયાદો મળવી મહત્વની છે. પ્રથમ વખત નિયમભંગ સાબિત થાય ત્યારે સંબંધિત વ્યક્તિ અથવા ટેલિમાર્કેટરના તમામ ટેલિકોમ સંસાધનોની આઉટગોઇંગ સેવા 15 દિવસ
માટે બંધ કરી શકાય છે. જો તે જ વ્યક્તિ અથવા સંસ્થા ફરી નિયમભંગ કરે તો તેના તમામ ટેલિકોમ સંસાધનોને એક વર્ષ માટે ડિસ્કનેક્ટ કરવાની અને આ સમયગાળા દરમિયાન તમામ ટેલિકોમ કંપનીઓમાં બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. એટલે એક નંબર બદલવાથી પણ કાર્યવાહીથી બચવું સરળ રહેશે નહીં.
નિયમો હેઠળ કાર્યવાહી માત્ર એક મોબાઇલ સિમ સુધી મર્યાદિત નથી. સંબંધિત ટેલિકોમ સંસાધનો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. ઝછઅઈંના અગાઉના સત્તાવાર સ્પષ્ટીકરણમાં પણ પ્રથમ નિયમભંગ વખતે તમામ ટેલિકોમ સંસાધનોની આઉટગોઇંગ સેવા 15 દિવસ
માટે રોકવા અને પુનરાવર્તિત નિયમભંગ વખતે તમામ સંસાધનો ડિસ્કનેક્ટ કરવાની જોગવાઈ દર્શાવવામાં આવી છે.
ઝછઅઈં એ 1601 સિરીઝના
નંબરને સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ કોલ માટે તબક્કાવાર અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે. ઓગસ્ટ 2026થી ઉપયોગિતા, કુરિયર અને લોજાસ્ટિક્સ ક્ષેત્રની સંસ્થાઓ માટે આ સિરીઝના અમલની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રકારના સત્તાવાર નંબરને સામાન્ય સ્પામ કોલ સાથે ભેળસેળ ન થાય તે માટે કોલ ઓળખતી એપ્લિકેશનો અને ટેલિકોમ કંપનીઓ માટે પણ નિયમનકારી માળખું મહત્વનું બની શકે છે.
જો તમને અનિચ્છનીય કોમર્શિયલ કોલ અથવા મેસેજ મળે તો ઝછઅઈંની વ્યવસ્થા હેઠળ 1909 પર ફરિયાદ કરી શકાય છે. ઝછઅઈં મુજબ ગ્રાહકો 1909, ઉગઉ એપ અથવા સંબંધિત ટેલિકોમ કંપનીની સુવિધા દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે. પ્રમોશનલ કમ્યુનિકેશન રોકવા માટે ગ્રાહકો 1909 મારફતે
પોતાની પસંદગી પણ નોંધાવી શકે છે. ઝછઅઈંની માહિતી અનુસાર ઇકઘઈઊં ઙછઘખઘ લખીને 1909 પર જખજ કરવાથી પ્રમોશનલ કોમર્શિયલ કમ્યુનિકેશન રોકવાની પસંદગી નોંધાવી શકાય છે. જોકે ટ્રાન્ઝેક્શનલ અને સર્વિસ પ્રકારના જરૂરી સંદેશાઓ માટે અલગ જોગવાઈ છે. એટલે હવે સ્પામ કોલથી પરેશાન થવા કરતાં યોગ્ય ફરિયાદ નોંધાવવી વધુ મહત્વની બની છે. ઝછઅઈંના નવા નિયમોનો મુખ્ય હેતુ એવી ફરિયાદો અને ટેક્નોલોજી આધારિત ઓળખ દ્વારા અનિચ્છનીય કોમર્શિયલ કમ્યુનિકેશન સામે ટેલિકોમ કંપનીઓની કાર્યવાહી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો છે.