ઉછઈંના ઓપરેશનમાં 475 કરોડના ગોલ્ડ સ્મગાલિંગ સિન્ડિકેટનું કૌભાંડ ઝડપાયું ઃ અમદાવાદના બે સોની વેપારીઓ સહિત 10.36 કરોડનું 6.61 કિલો સોનું જપ્ત
અમદાવાદ, તા. 28ઃ વિદેશમાંથી દાણચોરી કરીને ભારતમાં સોનું ઘૂસાડતા એક મોટા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ પર્દાફાશ કર્યો છે. ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ અંતર્ગત અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ગુવાહાટી ખાતે એકસાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં વિદેશી મૂળના આશરે 6.61 કિલો
સોનાની લગડીઓ, જેની કિંમત અંદાજે 10.36 કરોડ
હોવાનું જણાવાયું છે જે જપ્ત કરવામાં આવી છે.
ડીઆરઆઇ મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા ઓપરેશનમાં મ્યાનમારથી ભારત-બાંગ્લાદેશ સરહદ મારફતે સોનું ભારતમાં ઘૂસાડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ કુરિયર નેટવર્ક મારફતે સોનું દેશના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવતું હતું.
આ કેસમાં અમદાવાદમાંથી બે સોની વેપારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ અક્ષિત ચંદ્રેશભાઈ સોની (29) અને પ્રકાશ મનુભાઈ સોની (45) તરીકે
થઈ છે. કોલકાતાથી અમોલ કદમ નામનો વ્યક્તિ આ સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. મુંબઈમાં કન્સાઈન્મેન્ટ મોકલવા અને તેની ડિલિવરીની કામગીરી સંભાળતા મુખ્ય સૂત્રધારને પણ ડીઆઇઆરએ ઝડપી પાડÎો છે. ઉપરાંત, ગુવાહાટી અને કોલકાતાથી મોકલાયેલા કુરિયર કન્સાઈન્મેન્ટને અટકાવીને દાણચોરીનું સોનું સ્વીકારવા આવેલા સાત લોકોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ડીઆરઆઇએ કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કરી કુલ 11 આરોપીની
ધરપકડ કરી છે. સમગ્ર સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને દાણચોરીના સોનાનો અંતિમ નિકાલ કયા માર્ગે કરવામાં આવતો હતો તે અંગે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.