-કેન્દ્ર સરકારને વ્યવસ્થા ઉભી કરવાં સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્દેશ ઃ સોશિયલ મીડિયામાં સગીરો એકાઉન્ટ બનાવી શકવા જોઈએ નહીં ઃ માતા-િપતાની દેખરેખમાં જ એકાઉન્ટ શરૂ થઈ શકવું જોઈએ
નવીદિલ્હી, તા.28 ઃ દેશમાં સગીરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગમાં સલામતી માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક મોટું પગલું ભરવા માટે નિર્દેશ કર્યો છે. અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓ માટે સગીરોના એકાઉન્ટ સંબંધિત વર્તમાન વ્યવસ્થાને માત્ર ગાઇડલાઇન સુધી સીમિત રાખવામાં ન આવે બલકે તેને ભારતીય કાયદા હેઠળ પ્રભાવી બનાવવામાં આવવા જોઈએ.
તમામ સોશિયલ મીડિયા કંપનીઓને એવો નિર્દેશ જારી કરવામાં આવે કે, 18 વર્ષથી
ઓછી વયના સગીરો પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી શકવા ન જોઈએ. માતા-િપતા અને વાલીઓની દેખરેખમાં એક નિર્ધારિત ઉંમર પછી જ એકાઉન્ટની મંજૂરી આપવામાં આવે. હાલ વચગાળાના નિયમોમાં આવું કહેવામાં આવ્યું છે પણ તેની અસરદાર ઢબે વ્યવસ્થા બનાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટ રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન અલાયન્સની અરજી ઉપર સુનાવણી દરમિયાન સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગ માટે સુરક્ષા ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. અરજદાર તરફથી વરિષ્ઠ એડવોકેટ એચ.એસ.ફુલ્કાએ દલીલ કરી હતી કે 18 વર્ષથી
નાની વયનાં બાળકો સ્વતંત્ર રીતે કોઈપણ કરારમાં સામેલ થઈ શકે નહીં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનાં નિયમો અને શરતોને સ્વીકાર કરીને એકાઉન્ટ બનાવી નાખે છે.
સર્વોચ્ચ અદાલતે 18 વર્ષથી
નાના લોકોના સ્વતંત્ર રીતે સોશિયલ મીડિયા સાથે આવા કોઈ કોન્ટ્રાક્ટ કરવા ઉપર રોકની વ્યવસ્થાને વચગાળાના નિયમો હેઠળ વૈધાનિક રૂપ આપવા અંગે વિચારવા કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો. અરજીમાં એવી પણ માગણી કરવામાં આવેલી છે કે, સગીર બાળકોને ડિજીટલ પ્લેટફોર્મથી સંપૂર્ણ અળગા કરવાનાં બદલે માતા-િપતા કે પાલકની સહમતી અને દેખરેખમાં મર્યાદિત પહોંચ માટે વ્યવસ્થા બનવી જોઈએ.