કોડીનારમાં એસ.કે. મિડિયમ ઇંગ્લિશ સ્કૂલ નજીક અકસ્માત : બે સગીર બાઇકસવારો ઝડપાયા
કોડીનાર,
તા.28: કોડીનારમાં જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલી સોમનાથ કેળવણી મંડળની એસ.કે. મિડિયમ
ઇંગ્લિશ સ્કૂલ પાસે પૂરઝડપે આવી રહેલી મોટરસાયકલે મહિલાને અડફેટે લેતા તેનું હોસ્પિટલમાં
સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી અને
મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.
મળતી
માહિતી મુજબ, જીન પ્લોટ વિસ્તારમાં રહેતા સવિતાબેન જીતેન્દ્રભાઈ ચુડાસમા (ઉ.વ.52) પોતાની
પુત્રી નિયતિને સ્કૂલે મૂકવા આવ્યા હતા. પુત્રી ધોરણ-7માં અભ્યાસ કરતી હોવાનું જાણવા
મળ્યું છે. પુત્રીને સ્કૂલે મૂકીને સવિતાબેન પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે
રોણાજ રોડ તરફથી પૂરઝડપે આવી રહેલી મોટરસાયકલે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર
રીતે ઇજાગ્રસ્ત સવિતાબેનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના
તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોડીનાર સરકારી
હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતકના પતિ જીતેન્દ્રભાઈ રસિકભાઈ ચુડાસમાની ફરિયાદના આધારે પોલીસે
કાર્યવાહી હાથ ધરી હતી અને છાછર ગામના બે સગીર બાઇકસવારો પૈકી ચાલકને ઝડપી લીધો હોવાનું
જાણવા મળ્યું છે.સ્થાનિકોમાં આક્ષેપ છે કે કોડીનારમાં સ્કૂલ સમય દરમિયાન અનેક બાઇકસવારો
બેફામ ઝડપે વાહનો હંકારી જોખમી રીતે અવરજવર કરે છે. ખાસ કરીને સ્કૂલો આસપાસ આવારા તત્વો
મોટરસાયકલ લઈને આંટાફેરા કરતા હોવા છતાં પૂરતી કડક કાર્યવાહી થતી ન હોવાની ચર્ચા છે.