• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ઉજ્જૈનમાં મસ્જિદ તોડવાના વિરોધમાં થયેલી અરજી હાઈ કોર્ટે ફગાવી

- સિંહસ્થ કુંભ 2028ની તૈયારીમાં રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન થયો હતો વિરોધ ઃ સોમવારે સવારે શાહી મસ્જિદ પાસે એકત્રિત લોકો દ્વારા પથ્થરમારો ઃ પાંચ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સહિત 20 સામે Bિઍંછ

 

 

ભોપાલ, તા. 28 ઃ મધ્ય પ્રદેશની પાવન નગરી ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ 2028ની તૈયારી હેઠળ રસ્તા પહોળા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં શહેરના કંઠાલ માર્ગે આવેલી શાહી મસ્જિદના એક હિસ્સાને દૂર કરવા મુદ્દે જોરદાર હંગામો થયો હતો. મસ્જિદ પાસે એકઠા થયેલા લોકોની ભારે ભીડ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝઘડો અને ઘર્ષણ જોવા મળ્યું હતું. પથ્થરમારા જેવી ઘટના બાદ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટિયર ગેસના ગોળા છોડ્યા હતાં. આ વિસ્તારમાં સુરક્ષા માટે ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને સંભાળવામાં લાગ્યા હતા. આ દરમિયાન હાઈ કોર્ટ દ્વારા સંપૂર્ણ વિવાદમાં નગર નિગમની કાર્યવાહીને યોગ્ય ગણાવીને મસ્જિદને તૂટતી રોકવા માટે મુસ્લિમ પક્ષે કરેલી અરજીને ફગાવી દીધી હતી.

મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની ઈન્દોર પીઠમાં ન્યાયમૂર્તિ  સુબોધ અભ્યંકર અને ન્યાયમૂર્તિ જય કુમાર પિલ્લેઈની પીઠે સુનાવણી કરતા મસ્જિદ તોડવાની કાર્યવાહી ઉપર રોક લાદવાનો ઈનકાર કરી દીધો હતો. આ અગાઉ સોમવારે સવારે મસ્જિદનો એક હિસ્સો તોડવાના વિરોધમાં જોરદાર હંગામો અને પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો. જવાબમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. વિવાદ બાદ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. જો કે બપોર થતા જ પથ્થરમારો ફરી શરૂ થતા બળપ્રયોગ કરવો પડÎો હતો. આ બનાવમાં 20 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં પાંચ સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર સામેલ છે. આ તમામ ઉપર માહોલ બગાડવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, રાત્રે પોલીસ પ્રશાસન સાથે થયેલી સમજૂતી બાદ મુસ્લિમ સમુદાયના લોકો આજે જાતે જ મસ્જિદનો ભાગ હટાવવા માટે તૈયાર થઈ ગયા હતા પરંતુ બાદમાં તેમણે તેનો વિરોધ કરીને મસ્જિદ હટાવવાનો ઇનકાર કરી દીધો હતો.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે રવિવારે અબ્દાલપુરા સ્થિત પોતાના પૈતૃક મકાન પોતાના હસ્તે તોડીને સિંહસ્થ કુંભ-2028 માટેના સડક પહોળીકરણનાં કામની શરૂઆત કરાવી હતી. ખજૂરવાળી મસ્જિદથી જીવાજીગંજ પોલીસ સ્ટેશન સુધીના આ રસ્તાને 32 ફૂટ પહોળો કરવામાં આવનાર છે.  

 

ઇ-પેપરના નવા શુલ્ક