રૂ.5ની લિંકથી ટ્રાન્ઝેક્શન કરાવ્યા બાદ ખાતામાંથી રૂ.4.42 લાખ ઉપડી ગયા
મોરબી,તા.27:ટંકારા
તાલુકાના લજાઈ ગામે કુરિયર કંપનીનો નંબર ગૂગલ પરથી શોધીને સંપર્ક કરવો એક આધેડને ભારે
પડયો હતો. અજાણ્યા શખ્સે મોકલેલી લિંક મારફતે રૂ.5નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવ્યા
બાદ આધેડના બેંક ખાતામાંથી કુલ રૂ.4.42 લાખ ઉપાડી લીધા હોવાની ફરિયાદ ટંકારા પોલીસ
મથકે નોંધાઈ છે.
લજાઈ
ગામના પરષોતમભાઈ વશરામભાઈ મકવાણા (ઉં.વ.46)એ મોબાઈલ નંબરના ધારક, ફેડરલ બેંક ખાતાના
ધારક તેમજ તપાસમાં જેની સંડોવણી સામે આવે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ
મુજબ, પરષોતમભાઈની કંપનીનું ઞઙજ ખરાબ થતાં તે ગાંધીધામ ખાતે ઉઝઉઈ કુરિયર મારફતે મોકલવામાં
આવ્યું હતું.
દસ
દિવસ સુધી ડિલિવરી ન મળતાં તેમણે ગૂગલ પરથી ઉઝઉઈનો કસ્ટમર કેર નંબર મેળવી સંપર્ક કર્યો
હતો. સામેથી વાત કરનાર વ્યક્તિએ એક લિંક મોકલી હતી, જેમાં કંપનીનું સરનામું અને પિનકોડ
ભરાવી રૂ.5નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું.
ત્યારબાદ
તેમના બેંક ખાતામાંથી છઝઋજ અને ઈંખઙજ મારફતે કુલ રૂ.4,42,005.90 ઉપાડી લેવાયા હતા.
રકમ પરત ન મળતાં આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.