• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ગિફ્ટ સિટીમાં ‘ગુજરાત પ્રવાસન વર્ષ’નો લોગો, ‘ગુજરાત ફિલ્મ શાટિંગ પરમિશન પોર્ટલ’ લોન્ચ

26થી 28મી નવેમ્બર સુધી ગાંધીનગરમાં ’હાયરોક્સ’,  14મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં આયર્નમેન-હાફ-આયર્નમેન ઇવેન્ટ યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી,) અમદાવાદ, તા.27ઃ  ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે, ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં “િવશ્વ પ્રવાસન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. અહીં નાયબ મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી સ્પોર્ટ્સ ઇવેન્ટ ’હાયરોક્સ’નું આયોજન આગામી 26મીથી 28મી, નવેમ્બર દરમિયાન ગાંધીનગરમાં થશે. જેમાં 1,000થી વધુ વિદેશી એથલીટ્સ સહિત કુલ 10,000 જેટલા પ્રવાસીઓ ભાગ લે તેવી શક્યતાઓ છે.

  આ ઇવેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે સાંજે વિશેષ ‘ભજન ક્લાબિંગ’નું આયોજન પ્રવાસન નિગમ દ્વારા કરાશે. એવી જ રીતે, આગામી 14મી, ફેબ્રુઆરીએ અમદાવાદમાં આયર્નમેન-હાફ-આયર્નમેન ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. જે ગુજરાતના સ્પોર્ટ્સ ટૂરિઝમને વૈશ્વિક નકશા પર નવું સ્થાન અપાવશે.

 હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ટૂર ઓપરેટર્સ તેમજ ટેક્સી-િરક્ષા ચાલકો સહિતના તમામ સ્ટેકહોલ્ડર્સ જો ’સ્વચ્છતા’, ’સ્વાસ્થ્ય’ અને ’સોફ્ટ સ્પોકન સ્કિલ’ એમ ત્રણ બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે, તો ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર બુલેટ ટ્રેન કરતાં પણ વધુ ઝડપે પ્રગતિ કરશે. રાજ્યના ટૂર ઓપરેટર્સને માત્ર સરકાર પર નિર્ભર રહેવાને બદલે નવરાત્રિ, પતંગ ઉત્સવ અને છોટાઉદેપુરની કવાંટની હોળી જેવા અનોખા સાંસ્કૃતિક ઉત્સવો માટે આકર્ષક ટૂર પેકેજીસ બનાવી વિદેશી પ્રવાસીઓને આકર્ષવા તેમણે અપીલ કરી હતી.

 આ ઉપરાંત ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં હોમસ્ટે કલ્ચર અને હાઇજાનિક વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવા નવી પોલિસીમાં સુધારા કરવા તેમજ 1,000થી વધુ નવા ટૂર ગાઇડ્સ તૈયાર કરવા સહિત સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો

ઇ-પેપરના નવા શુલ્ક