• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

વડનગરથી વારાણસી યાત્રા : મુખ્યમંત્રી પોતે બાઈક ચલાવીને પ્રતીક રૂપે જોડાયા

દેશના 10 રાજ્યના 193 જિલ્લા અને 1,159 જેટલાં ગામડાંઓમાંથી પસાર થશે યાત્રા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 17મી,

સપ્ટેમ્બરથી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસીથી વડનગર’ એમ બે ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનો પ્રારંભ થયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ યાત્રાના 10 રૂટ પૈકીના એક રૂટ પરની યાત્રા અમદાવાદ જિલ્લાના સાણંદ  આવી પહોંચી ત્યારે સ્વયં બાઈક ચલાવીને યાત્રામાં પ્રતીક રૂપે જોડાયા હતા. જુદા-જુદા 10 રૂટ પરથી આ યાત્રા પસાર થઈને વડાપ્રધાનની 25 વર્ષની અવિરત જનસેવા સાધનાની સફળતા અને વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાનના જન્મ દિવસે આ બાઈક સેવા યાત્રાનું વડનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. વડનગરથી વારાણસી સુધીની આ બાઈક યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 જેટલાં ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે.

ઇ-પેપરના નવા શુલ્ક