રમતજગતના
દિગ્ગજોએ પીએમને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ
નવી દિલ્હી તા. 17: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
76મા જન્મદિવસે ભારતીય રમતજગતના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારતરત્ન સચિન તેંડુલકરે દેશ પ્રત્યેના પીએમના અથાક સમર્પણની પ્રશંસા કરી તેમના સારા
સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત
ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પણ પીએમ મોદીનાં નેતૃત્વ હેઠળ ભારત એક શાનદાર ભવિષ્ય
તરફ આગળ વધે તેવી કામના કરી હતી. પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ
તેમને દેશના શ્રેષ્ઠ નેતા ગણાવી ઉત્તમ સ્વાસ્થ્યની શુભેચ્છા આપી હતી. ઓલિમ્પિક મેડલ
વિજેતા બોક્સર વિજેન્દર સિંહે દેશહિતમાં પીએમનાં કાર્યોને બિરદાવી તેમને દીર્ઘાયુની
કામના કરી હતી. જ્યારે સ્ટાર શટલર પીવી સિંધુએ એક ખાસ અને લાંબી પોસ્ટ લખીને સીધી હૃદયપૂર્વક
શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, ટીએમસીના સાંસદ અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણે
પણ પીએમ મોદી સાથેની પોતાની તસવીર શેર કરીને તેમને જન્મદિવસની બધાઈ આપી હતી.